
આત્મઘાતી હુમલો કરવા ફિદાયીન બેલ્ટ બનાવ્યો હતો, તેના ગામમાં ડિવાઈસનું પરિક્ષણ પણ કર્યું હોવાનો દાવો
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 22 ઓગસ્ટ, 2020, શનિવાર
દિલ્હીના રીજ રોડ વિસ્તારમાં એક એન્કાઉન્ટર પછી બે પ્રેશર કૂકરમાં 15 કિલો આઈઈડી સાથે આઈએસના શકમંદ ઓપરેટિવની ધરપકડ કરવામાં આવતાં દિલ્હીમાં આત્મઘાતી હુમલાનું કાવતરૂં નિષ્ફળ બનાવાયું હતું તેમ દિલ્હી પોલીસે શનિવારે જણાવ્યું હતું.
ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના એક ગામના નિવાસી મુસ્તકીમ ખાન ઉર્ફે અબુ યુસુફે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના હાઈ ફૂટબોલ વિસ્તારમાં લોન વૂલ્ફ એટલે કે એકલા હાથે હુમલો કરવાની યોજના ઘડી કાઢી હતી. જોકે, અબુ યુસુફ પર એક વર્ષથી સલામતી દળો નજર રાખી રહ્યા હતા તેમ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના ડીસીપી પી. એસ. કુશવાહે જણાવ્યું હતું.
દિલ્હીમાં ધૌળા કુવા અને કારોલ બાગ વચ્ચે રીજ રોડ પરના વિસ્તારમાં શુક્રવારે રાતે આંશિક ગોળીબાર પછી અબુ યુસુફને પકડી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી બે આઈઈડી પ્રેશર કૂકર મળી આવ્યા હતા. એક પિસ્તોલ, ચાર કાર્ટ્રીજ, લાઈવ કારતૂસ, અને એક મોટરસાઈકલ મળી આવ્યા હતા.
દિલ્હી પોલીસના ડીસીપીના જણાવ્યા મુજબ દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, યુસુફ પર છેલ્લા એક વર્ષથી સલામતી સંસૃથાઓ નજર રાખી રહી હતી. અબુ યુસુફ આઈએસના કમાન્ડરના સંપર્કમાં હતો. તેની પાસે પાસપોર્ટ પણ હતો, જે મુજબ તેને પત્ની અને ચાર સંતાનો છે.
અબુ યુસુફને સીરિયામાં માર્યો ગયેલો યુસુફ અલહિંદી ગાઈડ કરી રહ્યો હતો. ત્યાર પછી તે પાકિસ્તાનના અબુ હફ્ઝાના સંપર્કમાં આવ્યો હતો. અબુ હફ્ઝા અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલામાં માર્યો ગયો હતો. ત્યાર પછી અન્ય એક હેન્ડલરે તેને 'લોન વૂલ્ફ' એટલે કે એકલા હાથે હુમલો કરવાની સૂચના આપી હતી.
અગાઉ શનિવારે એનએસજી કમાન્ડોએ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની મદદથી યુસુફ ઉર્ફે અબુ યુસુફે જણાવેલી જગ્યાઓ પરથી બે પ્રેશર કૂકરમાં 15 કિલો આઈઈડી ડીફ્યુઝ કર્યા હતા. દિલ્હીમાં આૃથડામણ પછી પકડાયેલા આતંકીની ઓળખ યુસુફ ઉર્ફે અબુ યુસુફના રૂપમાં થઈ છે. તેની ધરપકડને પગલે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં સલામતી દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
યુસુફે 15મી ઑગસ્ટે દિલ્હીમાં આતંકી હુમલાની યોજના બનાવી હતી, પરંતુ ભારે સલામતી વ્યવસૃથાને કારણે તે હુમલો કરી શક્યો નહોતો તેમ કુશવારાએ જણાવ્યું હતું. હવે દિલ્હીમાં સલામતી વ્યવસૃથા ઓછી થઈ હશે તેમ માનીને તે દિલ્હીના ભારે ભીડવાળા ફૂટબોલ વિસ્તારમાં પ્રેશર કૂકર આઈઈડીથી હુમલો કરવા આવ્યો હતો.
જોકે, તેને ઝડપી લેવાયો હતો. આઈઈડી વિસ્ફોટકો ગોઠવ્યા પછી તે નવી સૂચનાઓ મળવાની રાહ જોતો હતો અને ત્યાર પછી તેણે આત્મઘાતી હુમલો કરવાની યોજના બનાવી રાખી હતી. આત્મઘાતી હુમલો કરવા માટે તેણે ફિદાયીન બેલ્ટ પણ બનાવ્યો હતો. તેણે તેના ગામમાં એક નાની ડિવાઈસનું પરિક્ષણ પણ કર્યું હતું. અબુ યુસુફે ક્યારે પ્રેશર કૂકર આઈઈડી બનાવ્યા કે તેને કોઈએ આપ્યા તે અંગેની તપાસ ચાલુ છે.
જૈશના 3 આતંકી ઘૂસ્યા હોવાની એલર્ટ હતી
સલામતી દળોને અગાઉ જ એલર્ટ અપાઈ હતી કે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના 3 ખૂંખાર આતંકીઓ પાકિસ્તાનમાંથી ભારતમાં દાખલ થઈ ગયા છે. આ ત્રણે આતંકી દિલ્હીમાં કોઈ મોટો હુમલો કરી શકે છે અને તેમના નિશાન પર દિલ્હીમાં રહેતા વીવીઆઈપી છે. જૈશના આતંકીઓના નામ ગુલજાન, જુમાન ખાન અને શકીલ અહેમદ હોવાનું જણાવાયું હતું. ત્રણે જૈશના કમાન્ડર મુફ્તી અબ્દુલ રઉફ અસગરના નજીકના હોવાનું કહેવાયું હતું. આ ત્રણે આતંકી જમ્મુ-કાશ્મીરના સિયાલકોટ સેક્ટરના રસ્તે ભારતમાં ઘૂસ્યા છે. તેમની પાસે પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાનના આઈડીપણ છે. સૂત્રો મુજબ બે કાશ્મીરી યુવકો ત્રણે આતંકીઓનું માર્ગદર્શન કરી રહ્યા છે. તેઓ બસ, કાર અને ટેક્સી દ્વારા દિલ્હીમાં ઘૂસી શકે છે તેવી સલામતી દળોને એલર્ટ અપાઈ હતી.
આઈએસના આતંકીનો ચોંકાવનારો ખૂલાસો!
રામ મંદિર, સીએએનો બદલો લેવા આતંકી હુમલાની યોજના ઘડી હતી
નવી દિલ્હી, તા. 22 ઓગસ્ટ, 2020, શનિવાર
દિલ્હીમાં પકડાયેલા આઈએસના આતંકવાદી અબુ યુસુફે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કેટલાક ચોંકાવનારા ખૂલાસા કર્યા છે. આતંકવાદીઓએ અયોઘ્યામાં રામ મંદિરના શિલાન્યાસના એક મહિનામાં મોટો હુમલો કરવાની યોજના બનાવી હતી. ઉપરાંત ભારતમાં સીએએના અમલથી પણ તેઓ નારાજ હતા.
પકડાયેલા આતંકી અબુ યુસુફે જણઆવ્યુંકે નાગરિકતા કાયદામાં સુધારા સીએએ વિરૂદ્ધ ઉત્તર પ્રદેશમાં ગયા વર્ષે થયેલી હિંસામાં તોફાની તત્વોની સંપત્તિ જપ્ત કરીને તેમની પાસેથી વસૂલાત કરવામાં આવતા તેમજ સંપત્તિઓની જપ્તી માટે નવો કાયદો બનાવવા તેમજ રામ મંદિરનો બદલો લેવા માટે તેમણે હુમલાની તૈયારી કરી હતી. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ પોલીસના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા લઘુમતી સમાજના 47 ગૂનેગારોનો પણ બદલો લેવાની આતંકીઓએ તૈયારી કરી હતી.
દિલ્હીમાં પકડાયેલા આતંકીના તાર ઉત્તર પ્રદેશ સાથે જોડાતાં ઉત્તર પ્રદેશ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ એટીએસની એક ટીમ દિલ્હી અને એક ટીમ બલરામપુર જવા રવાના થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે દિલ્હીમાં પકડાયેલા ઉત્તર પ્રદેશના બલરામપુરના નિવાસી આતંકવાદીએ પૂછપરછમાં પોલીસને જણાવ્યું છે કે અયોધ્યામાં રામ મંદિર શિલાન્યાસના એક મહિનાની અંદર આતંકી હુમલો કરવાની તેની યોજના હતી.
ઉ.પ્રદેશના બલરામપુર પહોંચી દિલ્હી એટીએસે યુસુફનું ઘર સીલ કર્યું
લખનઉ, તા. 22 ઓગસ્ટ, 2020, શનિવાર
દિલ્હી પોલીસે આૃથડામણ દરમિયાન ધોળાકુવા વિસ્તારમાંથી પકડાયેલો આઈએસનો ઓપરેટિવ અબુ યુસુફ ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લાના ઉતરૌલા પોલીસ સ્ટેશન હેઠળ બઢયા ભૈંસાહી ગામનો નિવાસી છે. દિલ્હીમાં યુસુફની પૂછપરછ પછી દિલ્હી એટીએસની એક ટીમ બલરામપુર યુસુફના ગામ પહોંચી હતી. પોલીસે તેના ઘરને સીલ કરી દીધું છે. પ્રાપ્ત માહિતી મુજબ ગામમાં આ મકાન મુસ્તકીમ નામના એક યુવકનું છે, જે થોડાક દિવસ પહેલાં લખનઉ તેના સંબંધીની સારવાર કરાવવા ગયો હતો, ત્યાંથી તે પાછો ફર્યો નથી. બીજીબાજુ સૃથાનિક લોકોનું કહેવું છે કે તેની કોસ્મેટિકની દુકાન હતી, પરંતુ તેની રહેણી-કરણી ઘણી હાઈ-ફાઈ હતી. ઉત્તર પ્રદેશના અિધકારીઓએ જણાવ્યું હતું કે, પકડાયેલા આતંકી અબુ યુસફને 8 દિવસના રિમાન્ડ પર બલરામપુર લવાશે. જોકે, એટીએસની ટીમ અહીં પહોંચીને પહેલાથી જ તપાસ કરી રહી છે. હાલ એક ઘર સીલ કરાયું છે. જોકે, આતંકી અબુ યુસુફ સાથે બલરામપુરના તાર સંકળાયેલા હોવા અંગે અિધકારીઓ કશું સ્પષ્ટ કહી રહ્યા નથી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l6gYvo
via Latest Gujarati News
0 Comments