અનુષ્કા શર્માએ પોતાનો બેબી બમ્પ દેખાડયો


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 14 સપ્ટેમ્બર 2020, સોમવાર

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ તાજેતરમાં  પેરન્ટસ બનવા હોવાના સારા સમાચાર આપ્યા હતા. હવે અનુષ્કાએ પોતાના ચાહકોને બેબી બમ્પ દેખાડયા છે. 

સોશિયલ મીડિયા પરની એક તસવીરમાં અનુષ્કા દરિયા કિનારે બેબી બમ્પ પર હાથ લગાવીને ઊભી છે. તસવીર સાથે તેણે કેપ્શન પણ લખ્યું છે કે, પોતાની અંદર એક નવી જિંદગીનો ઉછેર એ એક રોમાંચક અનુભવ છે. આ પરથી જ સ્પષ્ટ થાય છે કે પોતાના કન્ટ્રોલમાં કાંઇ હોતુ નથી. 

વિરાટ અને અનુષ્કાએ પોતાના ઘરે પારણું બંધાવાની ઘોષણા એક તસવીર મુકીને કરી હતી. તેમાં બન્ને જણા સાથે જોવા મળ્યા હતા. 

અનુષ્કાની વર્કફ્રન્ટની વાત કરીએ તો તે, પ્રભાસની આદિપુરુષમાં જોવા મળે તેવી શક્યતા છે. દિગ્દર્શક ઓમ રાઉતે અનુષ્કાને સ્ક્રિપ્ટ સંભળાવી છે અને તેને પસંદ પડી હોવાનું કહેવાય છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Fv7OZh
via Latest Gujarati News

Post a Comment

0 Comments