ટાઇગર શ્રોફની હીરોપંતી ટુમાં સારા અલી ખાનની એન્ટ્રી ?


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 14 સપ્ટેમ્બર 2020, સોમવાર

સારા અલી ખાનનું નામ હાલ ડ્રગ સેકન્ડલમાં સપડાયું છે. અભિનેત્રી હાલ આનંદ એલ રાયની ફિલ્ અતરંગી હૈનું શૂટિંગ જલદી પુરુ કરવાની છે. આ પછી તે ટાઇગર શ્રોફની આગામીફિલ્મમાં કામ કરે તેવી શક્યતા છે. 

સૂત્રની વાત સાચી માનીએ તો, ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ હીરોપંતી ટુમાં સારા અલી ખાનની એન્ટ્રી થવાની છે. રસપ્રદ વાત તો એ છે કે, આ પહેલા આ ફિલ્મ માટે કેટરિના કૈફનું નામ બોલાયું હતું. 

કેટરિના પાસે સલમાન ખાનની ટાઇગર ૩ અને ધર્મા પ્રોડકશનની ફોન ભૂત છે. તેથી તે ટાઇગરની હીરોપંતી માટે સમય કાઢી શકે એમ નથી. ટાઇગરની ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૃ થાય તેવી શક્યતા છે. 

રસપ્રદ વાત તો એ છે કે, ટાઇગર શ્રોફ અને સારા અલી ખાનની જોડી રૃપેરી પડદે પ્રથમ વખત સાથે જોવા મળશે. કહેવાય છે કે, આ ફિલ્મ માટે સારા અલી ખાનનો સંપર્ક કરવામાં આવ્યો છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32wRsbr
via Latest Gujarati News

Post a Comment

0 Comments