અમિતાભ બચ્ચન હવે એલેક્સા પર સંભળવાશે જોક્સ અને આપશે મોસમની જાણકારી


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 14 સપ્ટેમ્બર 2020, સોમવાર

અમિતાભ બચ્ચનની ઉપલબ્ધિમાં વધુ એક છોગુ ઉમેરાયુ છે. તેમનો અવાજ હવે એમેઝોનના એલેક્સા પર  સાંભળવા મળશે. અમિતાભે  સોમવારે કંપની સાથે થયેલા કરારની ઘોષણા કરી હતી. જેમાં તેઓ પોતાના અવાજમાં જોક્સ, મૌસમની જાણકારી, શાયરી અને પ્રેરક વાતો શેર કરશે. 

એલેક્સા ડિવાઇઝમાં અમિતાભનો અવાજ આવતા વરસે સાંભળવા મળશે. એક સમાચાર એજન્સીના અનુસાર,અમિતાભ બચ્ચનનો અવાજ એલેક્સા પર એક નવો અનુભવ હશે.મીડિયા અમિતાભ બચ્ચનના અવાજની દીવાની છે. ગ્રાહકો માટે તેમની અવાજ સાંભળવો એક રસપ્રદ હશે. અમેરિકામાં સેમ્યુઅલ એલ જેકસન સહિત ઘણી સેલિબ્રિટિઓનો અવાજ  ઉપયોગમાં લેવાઇ રહ્યો છે.ભારતમાં અમિતાભ બોલીવૂડના પ્રથમ કલાકાર હશે જેમનો અવાજ એલેક્સા માટે ઉપયોગમાં લેવામાં આવશે. 

એલેક્સા સાથે સંવાદ કરવા માટે યુઝર્સે એલેક્સાને કહેવું પડશે કે, હાય, એલેક્સા સે હેલ્લો ટુ અમિતાભ બચ્ચન. 

અમિતાભે પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, મને નવા નવા અનુભવો લેવા પસંદ છે. પછી તે ફિલ્મોમાં હોય કે ટીવી શોઝ કે પછી પ્રોડક્સ સાથે. અમેઝન એલેક્સા સાથેની આ ભાગીદારીથી હું ઉત્સાહિત છું. વોયસ ટેકનોલોજી દ્વારા હું મારા ચાહકો સાથે જોડાઇશ તેનો મને આનંદ છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3izNJzA
via Latest Gujarati News

Post a Comment

0 Comments