
ગુજરાતના સુપરિન્ટેન્ડન્ટ ઑફ સ્ટેમ્પની કચેરીના અધિકારીઓ કાયદાકીય જોગવાઈ મુજબના દસ્તાવેજો સામે વાંધા કાઢી મિલકત ખરીદનારાઓની હાલાકીમાં વધારો કરી રહ્યા છે
આમઆદમી રહેણાંક, કોમર્શિયલ સ્પેસ કે પછી ગોદામ જેવી મિલકતની ખરીદી કરે તે વખતે વેચાણ આપનાર અને વેચાણ લેનાર મિલકતની કિંમત નક્કી કરીને બાના પેટે ચોક્કસ રકમની આપલે કરી લે છે. આ બાનાખત રજિસ્ટ્રેશન એક્ટની કલમ ૧૭(૧)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ સબરજિસ્ટ્રાર ઓફિસમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ બાનાખતની કિંમત ફાઈનલ દસ્તાવેજ કરતી વેળાએ માન્ય રાખવામાં આવે છે. હા, બાનાખત રજિસ્ટર્ડ ન થયેલુ ંહોય તો કોર્ટમાં તેને પુરાવા તરીકે માન્ય રાખવામાં આવતું નથી. બાનાખત રજિસ્ટર કરાવવામાં આવેલું હોય અને બાનાખતમાં દર્શાવેલી કિંમત મુજબ જ જો દસ્તાવેજની નોંધણી કરાવવામાં આવે, પરંતુ કિંમતમાં ફેરફાર કરવામાં આવે તો તેવા સંજોગોમાં કલમ ૩૨ (ક)ની જોગવાઈ હેઠળ મિલકની બજાર કિંમત નક્કી કરવા માટે નાયબ કલેક્ટરને મોકલવામાં આવે છે. ગુજરાતનું ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેમ્પ બાનાખતમાં નક્કી કરેલી કિંમતનું ચેકથી પેમેન્ટ થયું હોવા છતાંય તેને સ્વીકારવા તૈયાર નથી. અધિકારીઓના આ વલણને પરિણામે કાયદો જ અર્થહીન બની જતો હોવાનું જણાય છે.
મિલકતની બજાર કિંમત નક્કી કરવાનો કાયદો ૧૯૮૪માં અમલમાં આવ્યો. તેમાં ચોરસમીટરદીઠ જમીન અને તથા બાંધકામના ભાવ નક્કી કર્યા. ત્યારબાદ ૧૯૯૯માં જંત્રી બનાવવામાં આવી. જંત્રીને વિધાનસભામાં રજૂ કરી માન્ય કરાવવામાં આવી. જમીન અને બાંધકામના ભાવ નિશ્ચિત કરી દેવાયા. જંત્રી મુજબ જ ભાવની ગણતરી કરી સ્ટેમ્પ ડયૂટી જમા કરાવી ન હોય તો નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડયૂટીને તેની કિંમત નિશ્ચિત કરવા મોકલવામાં આવે તે સહજ સમજી શકાય છે. પરંતુ અધિકારીઓ એટલા મનસ્વી બની ગયા છે કે આ સંદર્ભમાં ૧૯૯૨માં હાઈકોર્ટની ફૂલ બૅન્ચે, ૧૯૯૪માં સેકન્ડ ફુલ બેન્ચ અને ૧૯૯૬માં લાર્જર બેન્ચની રચના કરીને આપવામાં આવેલા ચૂકાદાઓને પણ ગણતરીમાં લેવા તૈયાર જ નથી.
ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮માં મિલકતની બજાર કિંમત નક્કી કરવાના કાયદાની કલમ ૩૨(ક) છે. આ કલમ મુજબ બજાર કિંમત બે વર્ષમાં નક્કી કરવાની સમય મર્યાદા રાખવામાં આવી હતી. ૧૯૯૪ના એપ્રિલથી આ મુદત વધારીને ૬ વર્ષની કરવામાં આવી હતી. આ વાતને ૨૪ વર્ષ વીતી ગયા છે. પરંતુ ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેમ્પે હજારો દસ્તાવેજોની બજાર કિંમત હજી સુધી નક્કી કરી જ નથી. પેન્ડિંગ કેસોનો નિકાલ કરવા માટે સિસ્ટમ પણ બનાવવામાં આવી, પરંતુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના અડિયલ અભિગમને પરિણામે અરજદારોને તેનો લાભ જ ન મળ્યો. માર્ચ ૨૦૦૦ સુધી સબરજિસ્ટ્રાર દસ્તાવેજની નોંધણી કરી દેતા હતા. ત્યારબાદ તેમાં સુધારો કરી જંત્રી મુજબની કિંમત ઉપર સ્ટેમ્પ ન વપરાયેલો હોય તોત ેવા દસ્તાવેજને બજાર કિંમત નક્કી કરવા માટે પેન્ડિંગ રાખી દેતા હતા. ત્યારબાદ જંત્રી પ્રમાણે સ્ટેમ્પ વાપરવાની પરંપરા ચાલુ થઈ છેે.
ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ, સરકારી પરિપત્ર, ચીફ કંટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટીએ આપેલા જજમેન્ટોને પણ ધ્યાને લીધા વિના જ હુકમો કરી દે છે. નાયબ કલેક્ટરોએ સ્થળ તપાસ કરીને નિર્ણય લેવાનો હોય છે. પરંતુ સ્થળ તપાસ કરવા જતાં નથી. જંત્રી મુજબના ગણતરી પત્રક પણ મિલકત ખરીદનારાઓને આપતા નથી. સ્પિકિંગ ઓર્ડર કરતાં જ નથી. રેવન્યુ ડિપાર્ટમેન્ટના પરિપત્રોને પણ ઘોળીને પી જાય છે અને ખૂટતી સ્ટેમ્પ ડયૂટી અંગેના હુકમો કરી દે છે. તેમના હુકમ સામે સ્ટેમ્પ અધિનિયમ ૧૯૮૫ની કલમ ૫૩(૧) હેઠળ ખૂટતી સ્ટેમ્પ ડયૂટીની ૨૫ ટકા રકમ અને રૂા.૧૦૦ની અપીલ ફીનું ચલણ ભરીને પછી ચીફ કંટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટીને અપીલ કરવાની કાયદા હેઠળ છૂટ મળેલી છે. અપીલ કર્યા પછી પણ ગુજરાત હાઈકોર્ટના જમજેમન્ટો અંગે પક્ષકાર દ્વારા રજૂઆત કરવામાં આવે તો પણ તને ધ્યાનમાં લેવામાં આવતા નથી. પક્ષકારની રજૂઆત લઈને પછી કેસને રિમાન્ડ કરી દે છે. અરજદારને તેમાં ન્યાય મળતો નથી. મોડો ન્યાય એ પણ અન્યાય જ છે.
નાયબ કલેક્ટર સમક્ષ પક્ષકાર તમામ હકીકત રજૂ કરે તેમ છતાં તેને ધ્યાનમાં લેવામાં આવતી નથી. પરિણામે ચીફ કંટ્રોલિંગ રેવન્યુ ઓથોરિટી સમક્ષ ધા નાખવાની ફરજ પડે છે. સી.સી.આર.એ. નાયબ કલેક્ટરે કરેલી ભૂલ માટે પક્ષકારને દંડ કરવાનું વલણ અપનાવે છે. પરિણામે અરજદારે કોર્ટને શરણે જવું પડે છે. હાઈકોર્ટ અરજદારની તરફેણમાં ચૂકાદો આપે ત્યારે ડિપાર્ટમેન્ટ ઑફ સ્ટેમ્પ એલ.પી.એ. કરે છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓને ક્વોટ કરવામાં આવે તો પણ તેને પણ ૈગણતરીમાં લેવાાત નથી.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3miSjEr
via Latest Gujarati News
0 Comments