
એક્રાઇલેમાઇડ એક પ્રકારનું સિન્થેટીક કેમિકલ છે. અને તેના સ્ટ્રકચરમાં ભારોભાર (પોઇઝન) ઝેર ભરેલું છે. આ ઝેરનું પ્રમાણ હ્યુમન અને એનિમલ ફુડમાં ઘણું જ વધતું જઇ રહ્યું છે. તે કારણે આ પ્રકારના ફુડ કારસિનાજિન (કર્ક રોગ) પેદા કરનાર પદાર્થ તરીકે સાબિત થઇ રહ્યાં છે. ખાસ કરીને એક્રાઇલેમાઇડનું પ્રમાણ પ્લાન્ટ-બેઝડ ફુડમાં પેસ્ટીસાઇડ રેસીડયુઝ વડે ઉદ્ભવી રહ્યું છે.
કારસિનજિન કોમ્પ્લેક્સ વધવાના કારણોમાં ફુડને વધારે પડતું ટેમ્પ્રેચરે બેકીંગ, કુકીંગ અથવા ફાઇંગ કરવાથી ફુડમાં એક્રાઇલ એમાઇડનું પ્રમાણ વધતું હોય છે. અંતે તે ઝેરમાં રૂપાન્તર થાય છે. તે કારણે હ્યુમન બોડી ટીચ્યુમાં કેન્સર પ્રવેશે છે. ફુડમાં એક્રાઇલેમાઇડ ઉત્પન્ન થવાના મુખ્ય કારણ હાઈ-ટેમ્પ્રેચર, હાઈ-બેકીંગ, સાબિત થયેલ છે. હાઈ-ટેમ્પ્રેચરે પોટેટો ચીપ્સને ફ્રાઇંગ કરવાથી અને નક્કી કરેલા ટેમ્પ્રેચર કરતાં બ્રેડને વધારે ટેમ્પ્રેચર બેકીંગ કરવાથી પ્રોડક્ટસમાં એક્રાઇલેમાઇડનું પ્રમાણ વધી જતું હોવાથી તે ઝેર બની જતું હોય છે.
એક્રાઇલએમાઇડ ઇન ફુડ :
એક્રાઇલેમાઇડ યુક્ત પ્રોડક્ટસમાં રો-પોટેટો, બોઇલ્ડ પોટેટો, પોટેટો ચીપ્સ, ફ્રેન્ચફ્રાય, બેકરી પ્રોડક્ટસ, બ્રેડ, બ્રેડ ટોસ્ટ, બીસ્કીટ અને ક્રેકર, બ્રેકફાસ્ટ, સીરલ, નુડલ્સ, કોફી (રોસ્ટેડ), ટી રોસ્ટેડ બારલી ગ્રેન, ચોકલેટ, નટ, ફીશ, સી-ફુડ પોલ્ટ્રી અને બીયર.
ઉપરના દરેક ફુડમાં એક્રાઇલએમાઇડનું પ્રમાણ વધતાં-ઓછાં પ્રમાણમાં રહેલું છે. જે હ્યુમન બોડી માટે ખતરનાક સાબિત થઇ શકે છે. ફુડમાં કર્ક રોગ, ત્રણ પ્રકારના કેમિકલ્સથી ઉદ્ભવી શકે છે. જેમાં-એક્રોઇલેમાઇડ, નાઇટ્રોસેમાઇન અને પેસ્ટીસાઇડ રેસીડયુઝ મુખ્ય કારણભૂત છે.
ઓફિસ ઓફ એનવિરોનમેન્ટલ હેલ્થ હેર્ઝાડ એસેસ્મેન્ટ
OEHHA ના અભિપ્રાય પ્રમાણે એક્રાઇલએમાઇડ યુક્ત પ્રોડક્ટસથી કેન્સર તેમજ બર્થ ડીફેક્ટ પ્રકારના રોગ ઉદ્ભવી શકે છે.
ધ યુ.એસ.ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના અભિપ્રાય પ્રમાણે
યુ.એસ.એફ.ડી.એ.નો એક્રાઇલેમાઇડ ટેસ્ટ રીપોર્ટ ૨૦૦૩થી ૨૦૧૩ સુધીના દરેક ટેસ્ટ રીપોર્ટસમાં કારસિનજિન ઓછા વધતા પ્રમાણમાં આવે છે. એક્રાઇલએમાઇડમાં કારસિનજિનનું પ્રમાણ અમુક ppb (પાર્ટ પર બિલીયન) જેટલું રહેલું જ છે. જે પ્લાન્ટ-બેઝડ ફુડમાં પેસ્ટીસાઇડ રેસીડયુઝના કારણે એક્રાઇલેમાઇડના અણુઓ દાખલ થતા હોય છે. જેથી ફુડ ઝેર બનતું જાય છે.
એક્રાઇલેમાઇડયુક્ત પ્રોડક્ટ યુ.એસ.રીપોર્ટ પ્રમાણે : બેબીફુડ, ફ્રેન્ચફાય, પોટેટોચીપ્સ, પ્રોટિનફુડ, બ્રેડ એન્ડ બેકરી પ્રોડક્ટસ, સિરલ, સ્નેક ફુડ, નટ અને નટબટર, ક્રેકર, ગ્રેવીફુડ, ચોકલેટ, કેન્ડ ફ્રુટ, વેજીટેબલ, કુકી, કોફી, ફ્રોઝન ફુડ, ડ્રાય ફુડઝ, ડેરી, આ પ્રોડક્ટસો હ્યુમન હેલ્થ માટે હેર્ઝડ બની શકે છે.
આ પ્રોડક્ટસ એક્રાઇલેમાઇડયુક્ત હોવાનું રીસર્ચ સેન્ટરોએ સાબિત કર્યું છે. જેમાં નેશનલ કેન્સર ઇન્ટીસ્ટુટ નેશનલ ટોક્સીકોલોજી પ્રોગ્રામ, નેશનલ ફુડ એડમિનિસ્ટ્રેશન, વર્ડ હેલ્થ ઓરગેનાઇઝેશન અને બીજા.
કેમિકલ નેચર ઓફ એક્રાઇલેમાઇડ : કેમિકલ કમ્પાઉન્ડ એક્રાઇલેમાઇડ (એક્રાઇલીક એમાઇડ), કેમિકલ ફોર્મ્યુલેશન C3H3NO આ પ્રોડક્ટસ વાઇટ, ઓર્ડરલેસ, ક્રિસ્ટલાઈન, સોલિડ સોલ્યુબલઇન વોટર, ઇથર અને ક્લોરોફોર્મ.
ઉપયોગ : પેપર, ડાયઝ, પ્લાસ્ટીક, એધેસીવ, ખાસ ઉપયોગ પોલિએક્રાઇલેમાઇડ પ્રોડયુસ કરવા માટે થાય છે. કન્ટ્રકશન ફાઉન્ડેશનમાં પુષ્કળ પ્રમાણમાં વપરાય છે. કોએગ્યુલેટ, ડ્રીન્કીંગ વોટર અને વેસ્ટવોટર ટ્રીટમેન્ટ માટે ઉપયોગમાં લેવાય છે.
વર્લ્ડ હેલ્થ ઓરગેનાઇઝેશન WHO રેગ્યુલેશન પર્મિટેડ ઓનલી વન માઇક્રોગ્રામ એક્રાઇલેમાઇડ ઇન એ લીટર ઓફ વોટર.
(એ માઇક્રોગ્રામ ઇઝ વન મિલીઓન્થ ઓફ ગ્રામ)
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FETn54
via Latest Gujarati News
0 Comments