સરકારે અત્યાર સુધી જાહેર કરેલા રાહત પેકેજોનું કુલ મૂલ્ય 30 લાખ કરોડ રૂપિયા : 2.65 લાખ કરોડની રકમ બાર સેક્ટરમાં વહેંચાશે
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 12 નવેમ્બર, 2020, ગુરૂવાર
ભારતીય આૃર્થતંત્ર કોરોના મહામારીમાંથી બહાર આવી રહ્યું છે ત્યારે મોદી સરકારે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરી છે. આજે સરકારે 2.65 લાખ કરોડ રૂપિયાની 12 જાહેરાતો કરી છે. સરકારે આ પેકેજને આત્મનિર્ભર ભારત 3 નામ આપ્યું છે.
આ પેકેજમાં સરકારે રોજગાર, ઇન્ફ્રાસ્ટ્રકચર, રિયલ એસ્ટેટ, મેન્યુફેકચરિમગ જવા સેક્ટર પર વધારે ભાર મૂક્યો છે. આ સાથે જ લોકડાઉન પછી સરકારે અત્યાર સુધી જાહેર કરેલા રાહત પેકેજોનું કુલ મૂલ્ય 30 લાખ કરોડ રૂપિયા થાય છે. જે જીડીપીના 15 ટકા થાય છે.
1. રોજગાર વધારવાનું વચન
નાણા પ્રધાન નિર્મલા સિતારમને આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે આનાથી કર્મચારી અને રોજગાર આપનાર બંનેને લાભ થશે. આ યોજનાનો અમલ ઓક્ટોબર, 2020થી કરવામાં આવશે અને 30 જૂન, 2020 સુધી તે માન્ય રહેશે. આ યોજના હેઠળ એવી સંસૃથાઓને ઇપીએફ સબસિડી આપવામાં આવશે જે નવી નોકરી આપશે.
15,000 હજાર રૂપિયાથી ઓછું પગાર ધરાવતા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે. સામાન્ય રીતે ઇપીએફમા કર્મચારીના પગારમાંથી 12 ટકા રકમ ઇપીએફમાં જાય છે અને પગારના 12 ટકા રકમ કંપની ઇપીએફમાં જમા કરાવે છે. આ સ્કીમ હેઠળ કર્મચારી અને સંસૃથા એમ બંનેના ફાળાની રકમ એટલે કે 24 ટકા રકમ સરકાર બે વર્ષ સુધી જમા કરાવશે.
2. ઇસીએલજીએસની મુદ્દત વધારાઈ
નાણા પ્રધાને ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ(ઇસીએલજીએસ)ને 31 માર્ચ સુધી લંબાવવાની પણ જાહેરાત કરી છે. આ યોજના હેઠળ સ્મોલ અને માઇક્રો એકમોને ગેરંટી વગરની લોન ઉપલબૃધ કરાવવામાં આવે છે. આ સ્કીમ 26 સંક્ટગ્રસ્ત સેકટર્સ અને હેલૃથકેર સેક્ટરમાં એવા એકમોને આવરી લેશે. આ યોજના હેઠળ 50 કરોડ રૂપિયાની ક્રેડિટ અને 250 કરોડ સુધીની ટર્નઓવરવાળી કંપનીઓને 20 ટકા એડિશનલ ક્રેડિટ આપવામાં આવશે.
3. શહેરી આવાસ યોજના
નાણા પ્રધાને શહેરી આવાસ યોજના માટે 18,000 કરોડ રૂપિયાની વધારાની જોગવાઇની જાહેરાત કરી છે. આ જાહેરાતથી રિયલ એસ્ટેટ પરિયોજનાઓને પૂર્ણ કરવામાં મદદ મળશે. આ યોજનાથી અનેક લોકોને રોજગારી મળશે અને આૃર્થતંત્રમાં તેજી આવશે. આ યોજનાથી 12 લાખ મકાનોનું કામ પૂર્ણ કરવામાં અને 18 લાખ નવા મકાનોનું કામ શરૂ કરવામાં મદદ મળશે.
4. ઘર ખરીદનારાઓ માટે રાહત
કેન્દ્ર સરકારે હવે સર્કલ રેટ અને એગ્રીમેન્ટ વેલ્યુના દર પરની 10 ટકા રાહતને વધારીને 20 ટકા કરી છે. આ નિયમ ફક્ત 2 કરોડથી ઓછી કીંમતવાળા ઘરો પર લાગુ પડશે અને યોજનાનો લાભ ફક્ત 30 જૂન, 2021 સુધી જ લઇ શકાશે. નાણા પ્રધાને જણાવ્યું હતું કે આ યોજનાથી ઘર ખરીદનારા અને બિલ્ડર બંનેને ફાયદો થશે અને બિલ્ડર અનસોલ્ડ પ્રોપર્ટીને વેચી શકશે.
5. ગ્રામીણ રોજગાર વધારવાની જાહેરાત
પીએમ ગરીબ કલ્યાણ યોજનામાં 10 હજાર કરોડ રૂપિયા વધારાના આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતથી આૃર્થતંત્રને વેગ મળશે. નાણા પ્રધાને જણાવ્યું હતું કે મનરેગા હેઠળ અત્યાર સુધી 73,504 કરોડ રૂપિયા જારી કરવામાં આવ્યા છે.
6 . ખેડૂતો માટે ફર્ટિલાઇઝર્સ સબસિડી
સ્ટીમ્યુલસ પેકેજમાં ખેડૂતો માટે 65,000 કરોડ રૂપિયાની ફટિલાઇઝર સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. નાણા પ્રધાને જણાવ્યું હતું કે આવનારી સીઝન માટે પર્યાપ્ત માત્રામાં ફર્ટિલાઇઝર ઉપલબૃધ બને તે માટે સરકાર દ્વારા આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે.
7. ચીનને પડકાર આપવાની યોજના
સરકારે પ્રોડકશન લિંક્ડ સ્કીમને કેટલાક અન્ય સેક્ટર્સને આપવાની પણ જાહેરાત કરી છે. આ માટે સરકારે 1.46 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. સરકાર આ નિર્ણયથી મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં ચીન સાથે સ્પર્ધા કરી શકાશે.
8. કોન્ટ્રાકટર્સ માટે રાહત
અર્નેસ્ટ મની ડિપોેઝીટ(ઇએમડી) અને સરકારી ટેન્ડર્સ પર પર્ફોમન્સ સિક્યોરિટી ઘટાડવામાં આવી છે. જેના કારણે બિલ્ડર પાસે વધારે લિકવિડિટી રહેશે. જે 5 ટકાથી ઘટાડી 3 ટકા કરવામાં આવી છે. આ રાહત31 ડિસેમ્બર, 2021 સુધી આપવામાં આવી છે.
9. વેક્સીન રિસર્ચ માટે ડૉઝ
નાણા મંત્રાલયે બાયો ટેકનોલોજી વિભાગને 900 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. નાણા પ્રધાને જણાવ્યું હતું કે તેમાં વેક્સીન અને ડિસ્ટ્રીબ્યુશનનો ખર્ચ સામેલ નથી. આ ખર્ચ અલગથી કરવામાં આવશે.
10. ઇન્ફ્રા સેક્ટરને િધરાણ
સરકારે ઇન્ફ્રાસ્ટ્રકચર સેક્ટરને વેગ આપવા માટે એનઆઇઆઇએફ સ્ટ્રેટિજિક ઓપોર્ચ્યુનિટી ફંડની રચના કરી છે. આ પ્લેટફોર્મની 8000 કરોડ રૂપિયાની લોન બુક છે અને તે 10000 કરોડ રૂપિયા સુધીની લોન આપી શકે છે. આ ઉપરાંત 2025 સુધીમાં ઇન્ફ્રા પ્રોજેક્ટમાં લગભગ 1.10 લાખ કરોડનું િધરાણ કરવામાં આવશે.
11. કેપિટલ અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટીમ્યુલસ
સરકારે મૂડીલક્ષી ખર્ચ માટે અલગથી 10,200 કરોડ રૂપિયાના વધારાના બજેટની જાહેરાત કરી છે. આ મૂડી ઇન્ફ્રા અને ડિફેન્સ સેક્ટરમાં ખર્ચ કરવામા આવશે.
12 નિકાસને પ્રોત્સાહન
નિકાસને વેગ આપવા માટે એક્ઝિમ બેંકને 3000 કરોડ રૂપિયા આપવામાં આવશે. જેનાથી આઇડીઇએએસ સ્કીમ હેઠળ 3000 કરોડનું િધરાણ આપી શકાય.
ખેડૂતો માટે 65,000 કરોડની ખાતર સબસિડી
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 12
નાણા પ્રધાન નિર્મલા સિતારમને ખેડૂતો માટે 65,000 કરોડ રૂપિયાની ખાતર સબસિડીની જાહેરાત કરી છે. ખેડૂતોને આગામી સિઝનમાં ખાતરનો પર્યાપ્ત જથ્થો સરળતાથી મળી રહે તે માટે 65,000 કરોડ રૂપિયા આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે 2016-17 ખાતરનો ઉપયોગ 499 મેટ્રિક ટન હતું. 2020-21માં ખાતરનો ઉપયોગ વધીને 673 મેેટ્રિક ટન થઇ ગયો છે. 65,000 કરોડ રૂપિયાની ખાતર સબસિડી આપવાના સરકારના નિર્ણયથી 14 કરોડ ખેડૂતોને લાભ થશે.
નવી રોજગાર સર્જન સ્કીમની જાહેરાત
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 12
નાણા પ્રધાન નિર્મલા સિતારમને આજે નવી રોજગાર સર્જન યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ નવી નોકરીઓનું સર્જન કરનાર કંપનીઓને સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.15,000 હજાર રૂપિયાથી ઓછું પગાર ધરાવતા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળશે.
સામાન્ય રીતે ઇપીએફમા કર્મચારીના પગારમાંથી 12 ટકા રકમ ઇપીએફમાં જાય છે અને કંપની પગારના 12 ટકા રકમ ઇપીએફમાં જમા કરાવે છે. આ નવી સ્કીમ હેઠળ કર્મચારી અને સંસ્થા એમ બંનેના ફાળાની રકમ એટલે કે 24 ટકા રકમ સરકાર બે વર્ષ સુધી ઇપીએફમાં જમા કરાવશે.
જણે લોકડાઉનમાં નોકરી છોડી દીધી હોય અને ઓક્ટોબર કે તેના પછી ફરીથી નોકરી શરૂ કરી હોય તેને પણ આ યોજનાનો લાભ મળશે. ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ 50 કર્મચારીઓ ધરાવતી સંસ્થાઓને આ યોજના હેઠળ આવરી લેવાશે. 50થી વધુ કર્મચારી ધરાવતી સંસ્થાએ નવા પાચ કર્મચારીઓને નોકરી પર રાખવા પડશે.
કોરોનાની રસી માટે 900 કરોડની ગ્રાન્ટ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 12
નાણા પ્રધાન નિર્મલા સિતારમને કોવિડ-19ની વેક્સિનની શોધ માટે બાયો ટેકનોલોેજી ડિપાર્ટમેન્ટને 900 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. જો કે તેમણે જણાવ્યું હતું કે આ રકમમાં વાસ્તવિક અને ડિસ્ટ્રીબ્યુશન ખર્ચ સામેલ નથી. વેક્સિન ઉપલબ્ધ થયા પછી આ ખર્ચ માટે અલગથી જોેગવાઇ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વેક્સિનની વાસ્તવિક પડતર અથવા વેક્સિનના ડિસ્ટ્રીબ્યુશન માટે જરૂરી લોજિસ્ટિક સંપૂર્ણ અલગ બાબત છે અને આ માટે જેટલી પણ રકમની જરૂર પડશે તેટલી રકમ વેક્સિન ઉપલબ્ધ થયા પછી ફાળવવામાં આવશે. આજે જાહેર કરવામાં આવેલી રકમ ફક્ત વેક્સિનના સંશોેધન માટે છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Imevyz
via Latest Gujarati News
0 Comments