(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.02 નવેમ્બર 2020, સોમવાર
તાન્હાજી : ધ અનસંગ વોરિયર જેવી બ્લોક બસ્ટર ફિલ્મો ડાયરેકટ કર્યા પછી ઓમ રાઉત હાલ પોતાની આવનારી ફિલ્મ આદિપુરુષને લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં પ્રભાસ મુખ્ય રોલમાં જોવા મળશે તેમજ સૈફ અલી ખાન પણ કામ કરી રહ્યો છે.
ફિલ્મને લગતા તાજા રિપોર્ટના અનુસાર, કૃતિ સેનોન ફિલ્મમાં સીતાનું પાત્ર નિભાવતી જોવા મળવાની છે. દિગ્દર્શક ઓમ રાઉતે કૃતિને સ્ક્રિપ્ટ સંભળવાની છે અને અભિનેત્રીને પસંદ પણ પડી છે. આ ફિલ્મમાં કૃતિ સીતાનું પાત્ર ભજવે તેવી શક્યતા છે. જોકે હજી સુધી ફિલ્મની સ્ટાર કાસ્ટને લઇને કોઇ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.
આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર દ્વારા કરવામાં આવવાનું છે. પ્રભાસ આ ફિલ્મમાં ભગવાન રામનું પાત્ર ભજવવાનો છે. જ્યારે સૈફ અલી ખાન રાવણના અવતારમા જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૧માં શરૂ કરવામા આવશે અને ફિલ્મની રિલીઝની યોજના ૨૦૨૨માં છે. આ ફિલ્મ હિંદી, તમિલ, તેલુુગુ, મલયાલમ, કન્નજ તેમજ વિદેશી ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/386QCp0
via Latest Gujarati News
0 Comments