હોંગકોંગ, તા. ૨
એચડીએફસીના પૂર્વ સીઈઓ આદિત્ય પુરી કાર્લાઈલ ગુ્રપના સલાહકાર બન્યા છે. કંપનીએ જાહેરાત કરી હતી કે આદિત્ય પૂરીને એશિયામાં કંપનીના સિનિયર સલાહકાર બનાવાયા છે.
એચડીએફસી બેંકના સીઈઓ પદેથી થોડા દિવસ પહેલાં જ નિવૃત્ત થયેલા આદિત્ય પુરીને કાર્લાઈલ ગુ્રપના સિનિયર સલાહકાર બનાવાયા છે. આદિત્ય પુરી આ ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ફર્મને એશિયાના રોકાણકારો અંગે માર્ગદર્શન આપશે.
ક્યા ક્ષેત્રમાં રોકાણની તકો છે, નવા ઊભરતા બજારો રોકાણ માટે કેવા રહેશે - વગેરે મુદ્દે આદિત્ય પુરી માર્ગદર્શન આપશે. એશિયામાં કંપનીનો ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો વધારે મજબૂત બનાવવાની દિશામાં આદિત્ય પુરીની સલાહ લેવાશે.
આદિત્ય પુરી થોડા સમય પહેલાં જ એચડીએફસી બેંકના સીઈઓ પદેથી નિવૃત્ત થયા હતા. ૧૯૯૪માં તેઓ એચડીએફસી બેંકના સીઈઓ બન્યા હતા. તેમણે પ્રાઈવેટ સેક્ટરની બેંકોમાં એચડીએફસીને નવી ઊંચાઈ અપાવી હતી. ૨૬ વર્ષની સુદીર્ઘ કારકિર્દીમાં તેમણે એચડીએફસીને ૨૧૦ અબજ ડોલરની સંપત્તિ સાથે માર્કેટ કેપિટલાઈઝેશનના મામલે દેશની નંબર વન બેંક બનાવી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jVZG25
via Latest Gujarati News
0 Comments