લાલુની દિવાળી જેલમાં : આજે બિહારમાં અંતિમ તબક્કાનું મતદાન


અંતિમ તબક્કામાં સ્પીકર, 12 મંત્રી સહિત 1204 ઉમેદવાર મેદાનમાં, કુલ 2.34 કરોડ મતદારો, લોકસભાની એક બેઠક પર જદ(યુ)-કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર

લાલુના પરિવારજનો અને સમર્થકોની આશા પર પાણી ફરી વળ્યુ જામીન અરજીની સુનાવણી 27 નવેમ્બર સુધી મોકૂફ

કોરોના વચ્ચે પણ પ્રથમ તબક્કામાં 55.69 ટકા અને બીજા તબક્કામાં 53.51 ટકા મતદાન થયું હતું

સીબીઆઇએ લાલુ સામેના દુમકા ટ્રેઝરી કેસમાં લેખિત જવાબ રજૂ કરવા વધુ સમય માગતા ઝારખંડ હાઇકોર્ટે ચુકાદો આપવાનું ટાળ્યું

લાલુને ઘાસચારા કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય ત્રણ કેસોમાં જામીન મળી ગયા હોવાથી આ કેસમાં જામીન મળશે તો તે બહાર આવી જશે 

પટના, તા. 6 નવેમ્બર, 2020, શુક્રવાર

બિહારના અંતીમ અને ત્રીજા તબક્કા માટે શનિવારે મતદાન યોજાશે, આ તબક્કામાં કુલ બાકી રહેલી 78 બેઠકો પર મતદાન થશે. જેમાં કુલ 1204 ઉમેદવારો મેદાનમાં છે. વિધાનસભાની કુલ બેઠકોમાંાૃથી માત્ર 78 બેઠકો પર જ હવે મતદાન બાકી છે તેથી આ તબક્કો પૂર્ણ થઇ ગયા બાદ સૌ કોઇની નજર પરિણામો પર રહેશે જે 10મી તારીખે જાહેર કરવામાં આવશે. અંતિમ તબક્કામાં 50 ટકાથી વધુ મતદાન થવાની શક્યતાઓ છે. 

બીજી બાજુ ઝારખંડ હાઇકોર્ટે ઘાસચારા કૌભાંડ સાથે સંકળાયેલા દુમકા ટ્રેઝરીના કેસમાં રાજદ પ્રમુખે કરેલી જામીન અરજીની સુનાવણી 27 નવેમ્બર સુધી મોકૂફ રાખી છે. જેના પગલે હવે લાલુની દિવાળી જેલમાં જ જશે. સીબીઆઇએ આ કેસમાં લેખિત જવાબ આપવા માટે વધુ સમય માગતા હાઇકોર્ટે જામીન અરજીની સુનાવણી પાછળ ઠેલવી દીધી છે. 

ત્રીજા તબક્કામાં કુલ 2.34 કરોડ મતદારો છે, આ અંતિમ તબક્કામાં વર્તમાન વિધાનસભાના સ્પીકર અને 12 કેબિનેટ મંત્રીઓનું ભવિષ્ય પણ નક્કી થશે. આ તબક્કામાં એક લોકસભાની ખાલી પડેલી વાલમિકી નગરની બેઠક પર પણ મતદાન થશે, વર્તમાન જેડીયુ સાંસદ બૈદનાથ મહેતોના નિધનને પગલે આ બેઠક ખાલી પડી હતી. જેડીયુએ અહીં તેમના પુત્ર સુનિલ કુમારને ટિકિટ આપી છે. જેની સામે કોંગ્રેસે પત્રકારમાંથી રાજનેતા બનેલા પ્રવેશ કુમારને ટિકિટ આપી છે. 

અંતિમ તબક્કાની બેઠકો આશરે 19 જિલ્લામાં વિસ્તરેલી છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મોદીએ 12 રેલીઓ કરી હતી, જ્યારે તેજસ્વી અને રાહુલ ગાંધીએ પણ પ્રચાર કર્યો હતો. આગામી 10મી નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.

બીજી તરફ પરિણામો જાહેર થાય તે પહેલા જ નિતિશ કુમારના બે મંત્રીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે. આ મંત્રીઓમાં ભવન નિર્માણ મંત્રી અશોક ચૌધરી અને માહિતી તેમજ જનસંપર્ક મંત્રી નીરજ કુમારનો સમાવેશ થાય છે. બન્ને નેતાઓની બિહાર વિધાનસભા સભ્યતાનો કાર્યકાળ છ મેના રોજ પુરો થઇ ગયો હતો. જેને પગલે તેમણે આ મંત્રી પદ ગુમાવવું પડયું હતું. 

ત્રીજા અને અંતિમ તબક્કામાં કુલ 1204 ઉમેદવારો મેદાનમાં છે તેમાં 1094 પુરૂષો અને 110 મહિલાઓનો સમાવેશ થાય છે. જે મોટા નેતાઓના ભાવી આ તબક્કામાં નક્કી થશે તેમાં વર્તમાન વિાૃધાનસભા સ્પીકર વિજય કુમાર ચૌધરી અને અન્ય 12 મંત્રીઓ તેમજ શરદ યાદવના પુત્રી સુભાષિની યાદવનો પણ સમાવેશ થાય છે.

અંતિમ તબક્કા માટે કુલ 33,782 બૂથોની રચના કરાઇ છે જેમાં કુલ 45,953 ઇવીએમનો ઉપયોગ થશે. નોંધનીય છે કે અગાઉ પ્રથમ તબક્કામાં રેકોર્ડબ્રેક 55.69 ટકા અને બીજા તબક્કામાં  53.51 ટકા મતદાન થયું હતું. કોરોના મહામારી વચ્ચે પણ બિહારીઓ મતદાન કરી રહ્યા છે તેથી અંતિમ તબક્કામાં પણ 50 ટકાથી વધુ મતદાન થાય તેવી શક્યતાઓ છે. 

દરમિયાનમાં ધાસચાર કૌભાંડ સાથે સંકળાયેલા ચાર કેસોમાં આરોપી બનાવાયેલા બિહારના પૂર્વ મુખ્યપ્રધાનને જો આ કેસમાં જામીન મળી જશે તો તે જેલમાંથી બહાર આવી શકશે. તેમને અન્ય ત્રણ કેસમાં જામીન મળી ગયા છે. લાલુપ્રસાદ યાદવના પરિવારજનો અને તેમના સમર્થકોને આશા હતી કે તેમને આજે જામીન મળી જશે પણ હવે હાઇકોર્ટના નિર્ણય પછી હવે તેમને વધુ સમય રાહ જોવી પડશે. 

ઉલ્લેખનીય છે કે રાજદ પ્રમુખ ડિસેમ્બર, 2018થી રાંચીની જેલમાં બંધ છે. લાલુ પ્રસાદના વકીલ કપિલ સિબલે વર્ચ્યુઅલ હિયરિંગમાં જણાવ્યું હતું કે તેમના અસીલ હાલમાં રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સમાં સારવાર લઇ રહ્યાં છે. 

સિબલે વધુમાં જણાવ્યું હતું કે તેમને આ કેસમાં જેટલી આપવામાં આવી છે તે પૈકીની અડધી સજા તે કાપી ચૂક્યા હોવાથી તેમને જામીન પર મુક્ત કરવામાં આવે. સિબલે કોર્ટને જણાવ્યું હતું કે આ કેસમાં લાલુપ્રસાદ યાદવને સાત વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જે પૈકી તેમણે 42 મહિના અને 26 દિવસની સજા પૂર્ણ કરી લીધી છે. એટલે કે તેમણે અડધાથી પણ વધુ સજા કાપી લીધી છે. 

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગથી કરવામાં આવી હતી. સીબીઆાઇએ લાલુપ્રસાદ યાદવની જામીન અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે પ્રસાદની આરોગ્યની સિૃથતિ અંગે લેખિત જવાબ આપવામાં અમને વધુ સમયની જરૂર પડશે.  જો કે કપિલ સિબલે આક્ષેપ કર્યો હતો કે તપાસ એજન્સી ઇરાદાપૂર્વક લેખિત જવાબ આપવામાં વિલંબ કરી રહી છે. ન્યાયમૂર્તિ અપરેશકુમાર સિંહે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી જામીન અરજી અંગે વધુ સુનાવણી 27 નવેમ્બરે કરવાનો નિર્ણય લીધો છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mWCK4X
via Latest Gujarati News

Post a Comment

0 Comments