દિલ્હીમાં 1800 એકર ખેતરોમાં બાયો ડિકમ્પોઝરનો છંટકાવ કરાયો, એર ક્વૉલિટી મેનેજમેન્ટ કમિશને કામ શરૂ કર્યું : કેન્દ્ર
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 6 નવેમ્બર, 2020, શુક્રવાર
કોરોનાકાળમાં દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણના પગલે કેજરીવાલ સરકારે રાજધાનીમાં ગ્રીન ફટાકડા સહિત કોઈપણ પ્રકારના ફટાકડા વેચવા અને ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યાના બીજા દિવસે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે શુક્રવારે જણાવ્યું હતું કે દિલ્હીમાં ફટાકડા ફોડવા અને વેચવા પર વાયુ પ્રદૂષણ (નિયંત્રણ) કાયદા (1981) હેઠળ રૂ. 1 લાખ સુધીનો દંડ થઈ શકે છે.
આરોપી વિરૂદ્ધ એર એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે, જેમાં રૂ. 1 લાખ સુધીના દંડની જોગવાઈ છે. કોરોનાકાળમાં દેશમાં એકપછી એક રાજ્યો ફટાકડા પર પ્રતિબંધ મૂકી રહ્યા છે, તેમાં હવે ચંડીગઢ અને કર્ણાટકનો પણ સમાવેશ થયો છે.
કર્ણાટક અને ચંડીગઢે શુક્રવારે તેમના પ્રદેશોમાં ફટાકડા ફોડવા અને વેચવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ગોપાલ રાયે કહ્યું કે પર્યાવરણ વિભાગ, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ અને દિલ્હી પોલીસના પ્રતિનિિધઓ સાથે સોમવારે એક બેઠક યોજાશે, જેથી પ્રતિબંધને લાગુ કરવા માટે એક વિસ્તૃત કાર્ય યોજના તૈયાર કરી શકાય.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરૂવારે જાહેરાત કરી હતી કે ફટાકડા પર પ્રતિબંધ 7 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી લાગુ રહેશે. રાયે કહ્યું કે આમ તો દિલ્હીમાં આખું વર્ષ સતત પ્રદૂષણની સમસ્યા રહે છે, પરંતુ દિવાળી પહેલાં ફટાકડા ફોડવામાં આવતા અને પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાથી દિલ્હીનું પ્રદૂષણ સ્તર વધી જાય છે. શહેરમાં કોરોનાના કેસની વધતી સંખ્યાને જોતા લોકોના જીવ બચાવવા માટે પણ ફટાકડાના વેપારીઓને થનારા નુકસાનના આિર્થક પાસાથી પણ આ પગલું ઘણું મહત્વપૂર્ણ છે.
ગોપાલ રાયે કહ્યું કે પરાળીને ખાતરમાં બદલવા માટે પૂળા સાથે ભેળવી દિલ્હી સરકારે બાયો ડિકમ્પોઝરનો નિ:શુલ્ક છંટકાવ દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં કર્યો છે. અત્યાર સુધીમાં 1800 એકર ખેતરોમાં બાયો ડિકમ્પોઝરનો છંટકા થઈ ચૂક્યો છે. દિલ્હી સરકાર બાયો ડિકમ્પોઝરની અસર જોવા માટે 15 સભ્યોની ટીમ બનાવશે, જેનો રીપોર્ટ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરાશે.
દરમિયાન સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને દિલ્હી-એનસીઆરમાં સ્મોગ ન થાય તેની ખાતરી રાખવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ એ. એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામાસુબ્રમણ્યને વાયુ પ્રદૂષણ સંબંિધત અરજીઓની સુનાવણી દિવાળીની રજાઓ પછી નિશ્ચિત કરી છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમને જણાવ્યું હતું કે, એર ક્વૉલિટી મેનેજમેન્ટ માટે કમિશન શુક્રવારથી કામ શરૂ કરી દીધું છે. કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને જણાવ્યું હતું કે, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય સચિવ એમએમ કુટ્ટીને દિલ્હી અને આજુબાજુના વિસ્તારો માટે રચાયેલા કમિશન ફોર એર ક્વૉલિટી મેનેજમેન્ટના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. આ કમિશન શુક્રવારથી કામ શરૂ કરશે.
મહેતાએ 29 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે સરકાર એક વટહૂકમ લઈને આવી છે અને તેને લાગુ કરી દીધો છે. જોકે, બેન્ચે કહ્યું કે દિલ્હીના પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાના કારણે થઈ રહેલા વાયુ પ્રદૂષણ મુદ્દે કોઈ નિર્દેશ આપતાં પહેલાં તેઓ વટહુકમ જોવા માગે છે.
બેન્ચે જણાવ્યું કે, શહેરમાં ધુમ્મસ ન થાય તેની તમારે ખાતરી રાખવાની છે. તમે બનાવેલા પંચ સાથે અમને કોઈ ચિંતા નથી. તમે અનેક કમિશન બનાવી શકો છો અને અનેક લોકો કામ કરી રહ્યા છે, પરંતુ શહેરમાં ધુમ્મસ ન થાય તેની ખાતરી રાખો. અરજદાર આદિત્ય દુબે વતી વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે જણાવ્યું હતું કે, કમિશનમાં માત્ર અિધકારીઓ જ છે. તેમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનો કોઈ સભ્ય નથી.
આ અંગે કોર્ટે કહ્યું કે કમિશન દેશમાં કોઈની પણ સાથે વાત કરી શકે છે. વિકાસ સિંહે દલીલ કરી હતી કે સરકારના વટહૂકમાં ગૂના અંગે કોઈ વર્ગીકરણ નથી અને રૂ. 1 કરોડનો દંડ અને પાંચ વર્ષની જેલ આપખુદશાહી સમાન લાગે છે. બેન્ચે કહ્યું કે, બધા જ ગૂના નોન-કોગ્નિઝેબલ છે. સિંહે જણાવ્યું કે, આ ગૂના કોગ્નિઝેબલ છે.
પ્રદૂષણ નિયંત્રણ નિયમોના ભંગ બદલ પીડબલ્યુડીને રૂ. 50 હજારનો દંડ
નવી દિલ્હી, તા. 6
દિલ્હીમાં ચાંદની ચોકના હાલ ચાલી રહેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ દરમિયાન 'પ્રદૂષણ નિયંત્રણ નિયમોના ભંગ' બદલ શહેરના પબ્લિક વર્ક્સ ડીપાર્ટમેન્ટને શુક્રવારે રૂ. 50,000નો દંડ કરવામાં આવ્યો છે તેમ ઉત્તર દિલ્હીના મેયર જય પ્રકાશે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે દિલ્હીમાં લાલ કિલ્લાથી ફતેહપુરી મસ્જિદ સુધીના 1.5 કિ.મી. વિસ્તારના ઈન્સ્પેક્શન દરમિયાન ચલણ ઈશ્યુ કરાયું હતું.
અમે પ્રદૂષણ ઘટાડવા પગલાં લઈ રહ્યા છીએ. ઈન્સ્પેક્શન દરમિયાન ધૂળ ઉડતી હતી અને શીવર લાઈન કચરાથી ઉભરાઈ રહી હતી. ચાંદની ચોકનો રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ દિલ્હી સરકારનો એક મહત્વનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હેઠળ આ વિસ્તારમાં સવારે 9.00થી સાંજે 9.00 સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હશે.
દિલ્હીમાં વર્ષમાં પહેલી વખત હવાની ગુણત્ત તળીયે
દિલ્હીમાં હવાની ગુણવત્તા 'અત્યંત ખરાબ', આંશિક સુધારાની શક્યતા
નવી દિલ્હી, તા. 6
રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા શુક્રવારે સવારે 'અત્યંત ખરાબ' શ્રેણીમાં જ રહી જ્યારે સરકારી એજન્સીઓએ કહ્યું કે આગામી 24 કલાકમાં તેમાં થોડોક સુધારો થવાની સંભાવના છે. પરાળી સળગાવવાની બાબતમાં વધારો અને હવાની ગતિ ઓછી હોવાના કારણે દિલ્હીમાં ગુરૂવારની સવાર પ્રદૂષણના એક વર્ષમાં સૌથી ખરાબ સ્તર પર પહોંચી હતી. તેમાં પરાળી સળગાવવાનું પ્રમાણ 42 ટકા હતું.
નિષ્ણાતોએ જણાવ્યું કે હવાની ઓછી ગતિ, તાપમાનમાં ઘટાડા જેવી હવામાનની પ્રતિકૂળ પરિસિૃથતિઓ અને પડોશી રાજ્યોમાંથી પરાળી સળગાવવાથી ધૂમાડો આવતાં વાયુ ગુણવત્તા સૂચકાંક 'ગંભીર શ્રેણી'માં રહ્યો, પરંતુ હવાની તિવ્ર ગતિના કારણે પ્રદૂષક તત્વો વિખરાયા હતા અને ધુમ્મસ ઓછું થયું હતું.
જાન્યુઆરી પછી પહેલી વખત ગુરૂવારે એક્યુઆઈ 'ગંભીર સિૃથતિ'માં પહોંચ્યો હતો. દિલ્હીનો એક્યુઆઈ સવારે 10.00 વાગ્યે 397 હતો, જે ગુરૂવારે 450 કરતાં આંશિક ઘટાડો દર્શાવે છે. પડોશી શહેરો ફરિદાબાદ, ગાઝિયાબાદ, ગ્રેટર નોઈડા, ગુરૂગ્રામ અને નોઈડામાં પણ હવાની ગુણવત્તા 'અત્યંત ખરાબ'થી 'ગંભીર' શ્રેણીમાં રહી હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32o7Mee
via Latest Gujarati News
0 Comments