(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.02 નવેમ્બર 2020, સોમવાર
થોડા સમય પહેલા, ભારતમાં ૧૦૦થી પણ વધુ ચાઇનિસ એપ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં ટિક ટોક, પબજી બિગો જેવા અનેક એપ્સ ભારતમાં બંધ થઇ ગયા. થોડા દિવસો પહેલા અક્ષય કુમારે પબજીના ચાહકો માટે એફયુ-જી નામનું એપ લોન્ચ કર્યું હતું. હવે શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા ટિકટોકના સ્થાને નવું એપ લોન્ચ કરવાના છે. જેથી ભારતના યુઝર્સો આ એપને આનંદથી માણી શકશે.
રાજ કુંદ્રાએ આ વાતને સમર્થન આપતાં કહ્યું હતું કે, જે એ સ્ટ્રીમ એ ભારતીય એપ છે જેના વિવિધ ફિચર્સ છે.
સરહદ પર ચીન સાથે તાણ વધી જતાં ભારતમાં ચાઇનિસ એપ્સ બંધ કરી દેવામાં ાવ્યા હતા. મિનિસ્ટ્રીઓફ ઇલોકટ્રોનિકસ એન્ડ ઇન્ફરમેશન ટેકલનોલીજીના અનુસાર ભારતમાંથી આ ચાઇનિસ એપ્સ ડાટા શેર કરતું હતું જે ભારત માટે બહુ મોટું જોખમ હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32omlyv
via Latest Gujarati News
0 Comments