માર્ચ અંત પૂર્વે અફડાતફડી : ઈન્ડેક્સ બેઝડ આંચકા : સેન્સેક્સ 101 પોઈન્ટ ઘટીને 38132 : સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 27 માર્ચ, 2019, બુધવાર

ડેરિવેટીવ્ઝમાં આવતીકાલે ગુરૂવારે માર્ચ વલણના અંત પૂર્વે આજે ફંડોએ ઈન્ડેક્સ બેઝડ ઉછાળે સાવચેતી બતાવી હતી. જ્યારે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે શેર બજારોમાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના અંતિમ સેટલમેન્ટ દિવસે ફંડો, હાઈ ઈન્વેસ્ટરોનું વેલ્યુબાઈંગ થતું જોવાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના એન્ટિ-સેટેલાઈટ મિસાઈલ સિસ્ટમ(એ-સેટ)નું સફળતાપૂર્વક લોન્ચ કર્યાનું જાહેર કર્યા સાથે ભારત વિશ્વના આ પ્રકારની સિદ્વિ-સક્ષમતા ધરાવતા અમેરિકા, રશિયા, ચાઈના બાદ ચોથું રાષ્ટ્ર બન્યું હોવાનું જાહેર કર્યું હતું. ફોરેન ફંડો-એફઆઈઆઈ, એફપીઆઈની શેરોમાં પાછલા દિવસોમાં અવિરત ઓલ રાઉન્ડ ખરીદી બાદ ગઈકાલે ફયુચર્સમાં મોટી વેચવાલી થયા સાથે ઓવરબોટ પોઝિશન હળવી કરાતાં આજે પણ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ ઉછાળે ફંડો હળવા થયા હતા. બેંકિંગ, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ સામે ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની વેચવાલીએ ઈન્ડેક્સ બેઝડ અંતે નરમાઈ જોવાઈ હતી. સેન્સેક્સ ૧૦૦.૫૩ પોઈન્ટ ઘટીને ૩૮૧૩૨.૮૮ અને નિફટી સ્પોટ ૩૮.૨૦ પોઈન્ટ ઘટીને ૧૧૪૪૫.૦૫ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ ૩૦૦૦૦ અકબંધ : અફડાતફડીમાં ૨૪૨ પોઈન્ટ વધીને ૩૮૪૭૫ થઈ ૨૩૨ પોઈન્ટ તૂટીને ૩૮૦૦૧ સુધી ખાબક્યો

ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૮૨૩૩.૪૧ સામે ૩૮૩૭૨.૦૩ મથાળે ખુલીને આરંભિક તેજીમાં બેંકિંગ શેરોમાં યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, એક્સીસ બેંક સહિતમાં ફંડોની લેવાલી સાથે વેદાન્તા, એચસીએલ ટેકનોલોજી, ઓએનજીસી, ઈન્ફોસીસ સહિતમાં આકર્ષણે એક તબક્કે ૨૪૨.૫૨ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૩૮૪૭૫.૯૩ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં મોટું પ્રોફિટ બુકિંગ થતાં અને ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, મારૂતી સુઝુકી સહિતમાં ફંડો વેચવાલ બનતાં અને પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ, લાર્સન એન્ડ ટુબ્રો સહિતમાં ઓફલોડિંગ થતાં અને ભારતી એરટેલ, એચડીએફસી લિમિટેડ, સન ફાર્મા, એશીયન પેઈન્ટસ, કોલ ઈન્ડિયા, ટીસીએસ, ટાટા સ્ટીલ, એચડીએફસી બેંક, કોટક બેંક, હિન્દુસ્તાન યુનિલિવર સહિતમાં નરમાઈએ એક તબક્કે ૨૩૨.૦૭ પોઈન્ટ તૂટીને નીચામાં ૩૮૦૦૧.૩૪ સુધી આવી અંતે ૧૦૦.૫૩ પોઈન્ટ ઘટીને ૩૮૧૩૨.૮૮ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ અફડાતફડીમાં ઉપરમાં ૧૧૫૪૬ અને નીચામાં ૧૧૪૧૩ સુધી આવી અંતે ૩૮ પોઈન્ટ ઘટીને ૧૧૪૪૫

એનએસઇનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૪૮૩.૨૫ સામે ૧૧૫૩૧.૪૫ મથાળે ખુલીને આરંભમાં તેજીમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં  યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એક્સીસ બેંક, બજાજ ફાઈનાન્સ સહિતમાં આકર્ષણે અને આઈટી શેરોમાં એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ, વિપ્રો સહિતમાં  લેવાલી થતાં અને બજાજ ઓટો, ઈન્ફ્રાટેલ,  જેએસડબલ્યુ સ્ટીલ, વેદાન્તા, આઈઓસી, ટાઈટન સહિતમાં લેવાલીએ એક તબક્કે વધીને ૧૧૫૪૬.૨૦ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારૂતી સુઝુકી, આઈશર મોટર્સ, હીરો મોટોકોર્પ સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, ભારતી એરટેલ, બીપીસીએલ, ગ્રાસીમ સહિતમાં વેચવાલીએ સુધારો ધોવાઈ જઈ એક સમયે નીચામાં ૧૧૪૧૩ સુધી આવી અંતે ૩૮.૨૦ પોઈન્ટ ઘટીને ૧૧૪૪૫.૦૫ બંધ રહ્યો હતો.

માર્ચ વલણના અંત પૂર્વે ફંડોની ઓવરબોટ પોઝિશન હળવી થઈ : નિફટી માર્ચ ફયુચર ૧૧,૫૧૦ થી ઘટીને ૧૧,૪૪૯

ડેરિવેટીવ્ઝામાં માર્ચ વલણના આવતીકાલે ગુરૂવારે અંત પૂર્વે આજે ફંડોની નિફટી બેઝડ ઓવરબોટ પોઝિશન હળવી થતી જોવાઈ હતી. નિફટી માર્ચ ફયુચર ૧,૬૬,૭૩૫ કોન્ટ્રેકટસમાં રૂ.૧૪,૩૯૪.૯૬ કરોડના કામકાજે ૧૧,૫૧૦.૭૦ સામે ૧૧,૫૨૧.૦૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૫૭૩.૭૦ સુધી જઈ પાછો ફરીને નીચામાં ૧૧,૪૨૧.૦૫ સુધી આવી અંતે ૧૧,૪૪૯.૨૦ રહ્યો હતો. નિફટી એપ્રિલ ફયુચર ૮૮,૩૦૩  કોન્ટ્રેકટસમાં રૂ.૭૬૭૫ કરોડના કામકાજે ૧૧,૫૮૬.૬૦ સામે ૧૧,૫૯૦.૩૫ મથાળે ખુલીને ઉપરમાં ૧૧,૬૫૪ થઈ ઘટીને ૧૧,૪૯૬.૬૫  સુધી આવી અંતે ૧૧,૫૨૯.૪૦ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો કોલ ૭,૨૨,૩૮૧ કોન્ટ્રેકટસમાં રૂ.૬૨,૫૨૮.૫૭ કરોડના કામકાજે ૫૨.૧૦ સામે ૬૨.૩૫ મથાળે ખુલીને ઉપરમાં ૮૭.૫૦ થઈ ઘટીને ૧૨.૯૫ સુધી આવી અંતે ૧૩.૫૦ રહ્યો હતો.

બેંક નિફટી ફયુચર ઉછળીને ૩૦,૨૭૫ થઈ અંતે ૩૦,૦૨૭ : એપ્રિલ બેંક નિફટી ફયુચર વધીને ૩૦,૪૧૬ થઈ અંતે ૩૦,૧૭૦

બેંક નિફટી માર્ચ ફયુચર ૨,૧૩,૩૪૮ કોન્ટ્રેકટસમાં રૂ.૧૨,૮૪૩.૧૦ કરોડના કામકાજે ૨૯,૯૬૯.૭૦ સામે ૩૦,૧૦૯.૯૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૦,૨૭૫ થઈ ઘટીને ૨૯,૭૮૦.૫૫  સુધી આવી અંતે ૩૦,૦૨૭.૪૫ રહ્યો હતો. બેંક નિફટી એપ્રિલ ફયુચર ૬૭,૪૦૦ કોન્ટ્રેકટસમાં રૂ.૪૦૭૭.૪૩ કરોડના કામકાજે ૩૦,૧૦૬.૧૦ સામે ૩૦,૨૦૫.૫૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૦,૪૧૬.૯૫ થઈ ઘટીને ૨૯.૯૨૮.૪૦ સુધી આવી અંતે ૩૦,૧૭૦.૦૫ રહ્યો હતો. નિફટી ૧૧,૫૦૦નો પુટ ૬,૭૭,૭૮૫ કોન્ટ્રેકટસમાં રૂ.૫૮,૬૪૫.૦૫ કરોડના કામકાજે ૪૦.૭૫ સામે ૩૦.૦૫ મથાળે ખુલીને  નીચામાં ૧૬.૩૦ થઈ ઉછળીને ૯૪.૬૦ સુધી જઈ અંતે ૬૫.૨૫ રહ્યો હતો. નિફટી ૧૧,૪૦૦નો પુટ ૧૪.૧૦ સામે ૧૧.૩૫ મથાળે ખુલીને નીચામાં ૪.૭૦ થઈ વધીને ૩૬.૫૦ સુધી જઈ અંતે ૧૮ રહ્યો હતો. નિફટી ૧૧,૬૦૦નો કોલ ૧૫.૪૦ સામે ૨૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૦.૫૦ થઈ ઘટીને ૨.૫૫ સુધી આવી અંતે ૨.૮૦ રહ્યો હતો.

ફંડોની બેંકિંગ શેરોમાં ખરીદી : યશ બેંક, ઈન્ડસઈન્ડ, સ્ટેટ બેંક, ફેડરલ બેંક,  એક્સીસ બેંક, બીઓબી, બજાજ ફાઈનાન્સ વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડો, ઈન્વેસ્ટરોની અવિરત પસંદગીની તેજી રહી હતી. યશ બેંક રૂ.૧૪.૨૫ વધીને રૂ.૨૬૭.૯૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૯૦.૪૦ વધીને રૂ.૧૮૦૫.૮૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૭૫ વધીને રૂ.૩૦૮.૦૫, ફેડરલ બેંક રૂ.૧.૦૫ વધીને રૂ.૯૧.૮૫, સિટી યુનિયન બેંક રૂ.૧.૦૫ વધીને રૂ.૨૦૧.૬૦, એક્સીસ બેંક રૂ.૨.૯૫ વધીને રૂ.૭૬૦.૧૫, આઈસીઆઈસીઆઈ પુડેન્શિયલ રૂ.૨૮.૯૫ વધીને રૂ.૩૪૯.૧૦, મેગ્મા રૂ.૮.૬૫ વધીને રૂ.૧૧૪.૮૫, જીઆઈસી હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૯.૬૦ વધીને રૂ.૨૭૧.૮૫, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ રૂ.૫.૯૫ વધીને રૂ.૧૧૪.૨૦, આંધ્ર બેંક રૂ.૧.૩૫ વધીને રૂ.૨૭,  ભારત ફિન રૂ.૪૪.૫૦ વધીને રૂ.૧૧૩૩.૭૦, ચૌલા ફિન રૂ.૪૬.૩૦ વધીને રૂ.૧૪૨૬.૦૫, આઈડીએફસી લિમિટેડ રૂ.૧.૪૫ વધીને રૂ.૪૬.૨૦, મહિન્દ્રા ફાઈનાન્સ રૂ.૧૩.૩૫ વધીને રૂ.૪૨૫, ઉજ્જિવન રૂ.૧૦.૪૦ વધીને રૂ.૩૩૮.૨૦,  ઈન્ડિયાબુલ્સ હાઉસીંગ ફાઈનાન્સ રૂ.૧૯.૨૦ વધીને રૂ.૭૪૯.૫૫, એચડીએફસી એએમસી રૂ.૩૭.૬૫ વધીને રૂ.૧૫૦૨.૯૫, અલ્હાબાદ બેંક રૂ.૧.૨૫ વધીને રૂ.૫૨.૨૫, ડીસીબી બેંક રૂ.૪.૮૦ વધીને રૂ.૨૦૩.૯૫, એલ એન્ડ ટી ફાઈનાન્સ રૂ.૩.૯૦ વધીને રૂ.૧૫૧.૫૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૨૩૩.૯૮ પોઈન્ટ વધીને ૩૩૬૭૪.૫૨ બંધ રહ્યો હતો. 

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આકર્ષણ : બજાજ ઈલે., સિમ્ફની, વીઆઈપી, વોલ્ટાસ, રાજેશ એક્ષપોર્ટસ, ટીટીકે પ્રેસ્ટિજ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. બજાજ ઈલેક્ટ્રિકલ્સ રૂ.૨૯.૫૫ વધીને રૂ.૫૬૦.૩૦, સિમ્ફની રૂ.૫૩.૧૫ વધીને રૂ.૧૪૦૦.૮૦, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦.૧૫ વધીને રૂ.૪૭૭.૯૦, વોલ્ટાસ રૂ.૧૦.૬૦ વધીને રૂ.૬૨૩.૮૦, રાજેશ એક્ષપોર્ટ રૂ.૭.૯૫ વધીને રૂ.૬૬૩.૫૦, ટીટીકે પ્રેસ્ટિજ રૂ.૬૦.૭૦ વધીને રૂ.૮૩૭૯.૧૫ રહ્યા હતા. 

ઓટોમાં વૈશ્વિક મંદીએ ફંડો વેચવાલ : મધરસન,  ટાટા મોટર્સ, આઈશર મોટર્સ, હીરો, અશોક લેલેન્ડ, મહિન્દ્રા, મારૂતી ઘટયા

ઓટોમોબાઈલ શેરોમાં પણ આજે ફંડોએ અમેરિકા સહિત વૈશ્વિક મોરચે ઓટો ઉદ્યોગમાં મંદીને લઈ ઓફલોડિંગ કર્યું હતું. મધરસન સુમી રૂ.૫ ઘટીને રૂ.૧૪૦.૪૦, ટાટા મોટર્સ રૂ.૩.૨૦ ઘટીને રૂ.૧૬૯.૯૦, આઈશર મોટર્સ રૂ.૩૮૫.૩૫ ઘટીને રૂ.૨૦.૯૭૨.૮૫, હીરો મોટોકોર્પ રૂ.૩૧.૧૦ ઘટીને રૂ.૨૫૪૮.૬૦, અશોક લેલેન્ડ રૂ.૧ ઘટીને રૂ.૮૫.૩૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭.૬૦ ઘટીને રૂ.૬૬૧.૬૦, બોશ રૂ.૧૭૯.૪૦ ઘટીને રૂ.૧૭,૯૯૦.૭૫, મારૂતી સુઝુકી રૂ.૫૬.૫૫ ઘટીને રૂ.૬૫૨૨.૨૫, ટીવીએસ મોટર રૂ.૧ ઘટીને રૂ.૪૫૯.૫૦ રહ્યા હતા. 

ક્રુડ ઓઈલમાં એકંદર નરમાઈ : એચપીસીએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બીપીસીએલ, પેટ્રોનેટ, ગેઈલ ઘટયા

ક્રુડ ઓઈલમાં અમેરિકાના શીપમેન્ટને ક્વોલિટી મામલે સાઉથ કોરિયાએ નકાર્યાના અહેવાલ વચ્ચે નાયમેક્ષ ક્રુડના ભાવ ઘટી આવ્યા સામે બ્રેન્ટ ક્રુડ સાધારણ વધી આવ્યું હતું. ઓઈલ-ગેસ શેરોમાં એકંદર નરમાઈ જોવાઈ હતી. એચપીસીએલ રૂ.૭.૫૫ ઘટીને રૂ.૨૬૯.૧૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૭.૦૫ ઘટીને રૂ.૧૩૫૦.૧૦, બીપીસીએલ રૂ.૪.૭૦ ઘટીને રૂ.૩૭૮.૬૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૨.૭૫ ઘટીને રૂ.૩૦૪.૯૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૨.૦૫ ઘટીને રૂ.૨૩૫.૯૦, ગેઈલ રૂ.૩.૦૫ ઘટીને રૂ.૩૫૫.૫૫ રહ્યા હતા. 

ફાર્મા શેરોમાં પ્રોફિટ બુકિંગ : એચસીજી, જયુબિલન્ટ, પેનેશિયા બાયોટેક, ન્યુલેન્ડ, વીવીમેડ લેબ., દિવીઝ લેબ., બાયોકોન ઘટયા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ આજે પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. એચસીજી રૂ.૧૪.૭૦ ઘટીને રૂ.૧૮૭.૫૫, જયુબિલન્ટ રૂ.૩૪.૧૫ ઘટીને રૂ.૬૫૧.૮૫, પેનેશિયા બાયોટેક રૂ.૮.૩૫ ઘટીને રૂ.૧૭૧.૦૫, ન્યુલેન્ડ લેબ રૂ.૨૪.૪૫ ઘટીને રૂ.૬૦૧.૨૦, વીવીમેડ લેબ રૂ.૨૨.૫૦, દિવીઝ લેબ રૂ.૪૦.૪૫ ઘટીને રૂ.૧૬૬૪.૭૫, આરતી ડ્રગ્ઝ રૂ.૧૦.૫૫ ઘટીને રૂ.૬૬૦.૮૫, બાયોકોન રૂ.૮.૪૦ ઘટીને રૂ.૬૦૩.૧૫, અબોટ ઈન્ડિયા રૂ.૯૩.૮૦ ઘટીને રૂ.૭૨૬૧.૩૫ રહ્યા હતા.

 સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોની સિલેકટીવ ખરીદી : ૧૫૮૧ શેરો નેગેટીવ બંધ : ૨૫૦  શેરોમાં ઓનલી સેલરની સર્કિટ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે પસંદગીની ખરીદી રહી હતી.અલબત  બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૦૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૮૧  અને વધનારની સંખ્યા ૧૧૭૧ રહી હતી. ૨૫૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. 

FIIની કેશમાં રૂ.૧૪૮૧ કરોડ, ફયુચર્સમાં રૂ.૧૮૦૦ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૩૫ કરોડની ચોખ્ખી ખરીદી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં વધુ રૂ.૧૪૮૧.૧૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૬૯૬૧.૧૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૪૭૯.૯૯ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં કુલ રૂ.૧૮૦૦ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. જેમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૧૫૦૮.૫૪ કરોડ અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૨૯૧.૦૬  કરોડની ચોખ્ખી ખરીદી  થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૩૪.૯૨ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૩૯૮૭.૮૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૮૫૨.૯૩ કરોડની વેચવાલી થઈ હતી. 



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HYRdfl
via Latest Gujarati News

Post a Comment

0 Comments