મુંબઈ,તા. 27 માર્ચ, 2019, બુધવાર
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે પામતેલમાં માગ નિકળતાં વિવિધ ડિલીવરીઓમાં આશરે ૬૦૦થી ૭૦૦ ટનના વેપારો થયા હતા. વિશ્વ બજારના સમાચાર ઘટાડે સપોર્ટ બતાવીરહ્યા હતા.
પામતેલમાં એક રિફાઈનરીના વેપાર નજીકની ડિલીવરીમાં રૂ.૫૯૦માં તથા ૧થી ૧૦ એપ્રિલ માટે રૂ.૫૯૩થી ૫૯૪માં મળીને કુલ ૬૦૦થી ૭૦૦ ટનના વેપાર થયા હતા. દરમિયાન, ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૧૭ વાળા રૂ.૫૧૨ હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં સિંગતેલના ભાવ રૂ.૯૮૫ના મથાળે અથડાતા હતા. રાજકોટ બાજુ ભાવ રૂ.૯૫૦થી ૯૭૫ તથા ૧૫ કિલોના રૂ.૧૫૩૦થી ૧૫૫૦ હતા. કોટન વોશ્ડના ભાવ આજે વધુ ઘટી રૂ.૭૦૦થી ૭૦૫ વાળા રૂ.૭૦૦ની અંદર ઉતરી રૂ.૬૯૫થી ૭૦૦ રહ્યાના વાવડ હતા. મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવ રૂ.૭૫૦ હતા. સનફલાવરના ભાવ રૂ.૭૧૨ વાળા રૂ.૭૧૦ જ્યારે રિફા.ના રૂ.૭૬૫ હતા.
મુંબઈ બજારમાં મસ્ટર્ડના ભાવ રૂ.૭૬૫ જ્યારે કોપરેલના ભાવ ઘટતા અટકી ૧૦ કિલોના રૂ.૧૨૦૦ના મથાળે અથડાતા હતા. અમેરિકા શિકાગો બજારના ઓવરનાઈટ સમાચારમાં સોયાખોળનો વાયદો ૩૨થી ૪૧ પોઈન્ટ માઈનસમાં હતો.
જ્યારે સોયાબીનનો વાયદો ૫૪થી ૫૬ પોઈન્ટ માઈનસમાં હતો. મુંબઈ બજારમાં દિવેલના ભાવ રૂ.૮ વધી કોમર્શિયલનારૂ.૧૦૮૮, એફએસજીના રૂ.૧૦૯૮ તથા એફએસજી કંડલાના રૂ.૧૦૭૮ બોલાયા હતા. મુંબઈ હાજર એરંડાના ભાવ રૂ.૫૨૫૦ વાલા ૫૨૯૦ બોલાતા થયા હતા.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uvrlQn
via Latest Gujarati News
0 Comments