નવી દિલ્હી, તા. 27 માર્ચ 2019 બુધવાર
પાકિસ્તાનના સિંધ પ્રાન્તમાં બે સગીર હિંદુ યુવતીઓના કથિતરીતે અપહરણ, જબરદસ્તી ધર્માતરણ અને લગ્નનો હોબાળો હજુ રોકાયો નથી કે વધુ એક હિંદુ સગીરાના અપહરણનો કેસ સામે આવ્યો છે.
પીડિતાના પિતાએ શંકાસ્પદો વિરુદ્ધ કેસ નોંધાવવા માટે બાદિનના વરિષ્ઠ પોલીસ અધિક્ષક સરદાર હસન નિયાજીને અનુરોધ કર્યો છે. જોકે એ સ્પષ્ટ નથી કે યુવતીનું અપહરણ ક્યારે થયુ. મંત્રી હરિરામ કિશોરી લાલે અધિકારીઓને અપહરણ સંબંધિત FIR નોંધાવીને તથા સગીરાના પરિવારને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UfbtQq
via Latest Gujarati News
0 Comments