રંગીન મીણબત્તીની જાણો રંગોની વિશેષતા


જાદુના મંત્ર કે વિકા પ્રથામાં મીણબત્તીનો ઉપયોગ અત્યંત જરૂરી છે કારણકે તે અગ્નિ તત્વનું પ્રતીક છે. અનુભવી વિકન ધ્યાન કેન્દ્રિત કરવા કે માર્ગદર્શન મેળવવા માટે મીણબત્તીનો  ઉપયોગ કરે છે. આથી જુદાજુદા રંગની મીણબત્તીમાંથી નીકળતી ઊર્જા વિશે જાણવું જરૂરી છે જેથી યોગ્ય રીતે તેનો ઉપયોગ કરી શકાય. 

લાલ: લાલ રંગ પ્રેમ ,શૌર્ય,યુધ્ધ ,ક્રોધ અને પ્રજવલિત અગ્નિને સૂચવે છે.

કેસરી: કેસરી રંગ મહત્વાકાંક્ષા,સામાન્ય સફળતા અને દ્યૈયે તરફની ગતિ સૂચવે છે અને પ્રેમ તથા સુસંવાદિતાને આકર્ષે છે.

સોનેરી : સમૃધ્ધિ અને આનંદના પ્રતીક સમાન આ રંગ છે. 

પીળો : પીળો રંગ સૂર્યનું પ્રતિબિંબ ગણાય છે  અને આત્મવિશ્વાસ,મોહકતા, કલ્પના અને કેળવણીને સ્પર્શે છે.

સફેદ : આધ્યાત્મિક સાક્ષાત્કાર અને તમામ રંગોનું સંતુલન કરે છે સફેદ રંગ.

જાંબુડી : સફળતા અને સત્તાનું પ્રતિનિધિત્વ કરતો આ રંગ જો તમે આર્થિક લાભ ઇચ્છતાં હો તો અપનાવવો. 

રૂપેરી : નકારાત્મકતા દૂર કરી સ્થિરતા પ્રદાન કરે છે. 

ગુલાબી : પ્રેમ અને મિત્રતાને પ્રોત્સાહન આપે છે.

એક સમય હતો કે જયારે નવા પ્રસંગોમા ઘરના આંગણે શુધ્ધ ઘીના દિવા પ્રકટાવામાં અવતા હતા પણ હવે લોકો પાસે આટલો સમય નથી જેથી કરીને દિવાના બદલે મીણબત્તીનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ તમામ મીણબત્તીની કંઈકને કંઈક ખાશ પ્રકારની વિશેષતાઓ હોય છે. જે આપણે જાણી છે.



from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HGCC93
via Latest Gujarati News

Post a Comment

0 Comments