નિરવ મોદી લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં 29 માર્ચે બીજી જામીન અરજી કરશે


નિરવ મોદીના ત્રણ પાસપોર્ટ પૈકી એક મેટ્રોપોલિટન પોલીસ, બીજો યુકે હોમ ઓફિસ અને ત્રીજો યુકેની ડ્રાઇવિંગ લાયસન્સિંગ ઓથોરિટી પાસે છે  

(પીટીઆઇ) લંડન, તા.26 માર્ચ, 2019, મંગળવાર

ભાગેડું હીરાના ઉદ્યોગપતિ નિરવ મોદીના વકીલ તેના જામીન માટેની બીજી અરજી શુક્રવારે આપશે. આ સંદર્ભમાં તે શુક્રવારે લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થશે. નિરવ મોદી બે અબજ ડોલરની છેતરપિંડી તથા મની લોન્ડરિંગ કેસમાં ભારતમાં વોન્ટેડ છે. 

આ અગાઉ લંડન પોલીસની ધરપકડ પછી ૪૮ વર્ષીય નિરવ મોદીની જામીન અરજીને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મેરી મોલેને પ્રથમ સુનાવણીમાં જ ફગાવી દીધી હતી. 

ભારતીય સત્તાવાળાઓ વતી ક્રાઉન પ્રોસેક્યુશન સર્વિસ(સીપીએસ)ના બેરિસ્ટર જોનાથન સ્વેને દલીલો કરી હતી અને ગયા સપ્તાહની સુનાવણી દરમિયાન મોદીની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સ્વેને જણાવ્યું હતું કે નિરવ મોદી બે અબજ ડોલરના છેતરપિંડી કેસમાં ભારતમાં વોન્ટેડ છે. 

જજ મેરી મોલેને ભારતીય સત્તાવાળાઓના પક્ષમાં ચુકાદો આપ્યો હતો અને જામીન નામંજૂર કર્યા હતાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો નિરવ મોદીના જામીન મંજૂર કરવામાં આવશે તો તે  આત્મસમર્પણ નહીં કરે.

 ઉલ્લેખનીય છે કે નિરવ મોદીની મધ્ય લંડનમાં એક બેંક ખાતાના પરિસરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તે નવું બેંક ખાતું ખોલાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતોે. 

કોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેને બીજી જામીન અરજી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. જેના પર ૨૯ માર્ચે સુનાવણી થશે. 

કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે નિરવ મોદીએ ગયા ઓક્ટોબરથી લંડનની ડાયમંડ હોલ્ડિંગ લિમિટેડ સાથે મહિનાના ૨૦,૦૦૦ પાઉન્ડના પગાર સાથેે કરાર કર્યો છે. નિરવ મોદી પાસેે એકથી વધારે પાસપોર્ટ છે. એક પાસપોર્ટ મેટ્રોપોલિટન પોલીસ, બીજો પાસપોર્ટ યુકે હોમ ઓફિસ અને ત્રીજો પાસપોર્ટ યુકેની ડ્રાઇવિંગ એન્ડ વેહિકલ લાયસન્સિંગ ઓથોરિટી પાસે છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OrCUkF
via Latest Gujarati News

Post a Comment

0 Comments