ભારતમાં ચૂંટણી છે ત્યાં સુધી બંને દેશો વચ્ચે તંગદિલી રહેવાની: ઇમરાન ખાન


(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા.26 માર્ચ, 2019, મંગળવાર

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે ભારતમાં સામાન્ય ચૂંટણીઓ પુરી નહીં થાય ત્યાં સુધી  બંને દેશો વચ્ચે તંગદીલી  રહેશે અને આપણો પૂર્વ તરફનો પાડોશી દેશ  ભારત કદાચ ફરી એકવાર દુસાહસ કરશે.

ઉલ્લેખનીય છે કે ૧૪ ફેબુ્રઆરીમાં જૈશ એ મોહમ્મદ દ્વારા પુલવામામાં  કરાયેલા હુમલા પછી બંને દેશો વચ્ચે તંગદીલીમાં વધારો થયો હતો.તેમણે કહ્યું હતું કે હજુ પણ યુધ્ધના વાદળો વિખરાયા નથી.મોદી સરકાર લોકસભાની ચૂંટણી પહેલાં ફરી એકવાર કોઇ દુસાહસ કરી શકે છે.

'હજુ ખતરો ટળ્યો નથી. ભારતમાં જ્યાં સુધી લોકસભાની ચૂંટણી પુરી નહીં થાય ત્યાં સુધી સ્થિતિ બગડતી જ જશે. ભારત તરફથી જો આવું સાહસ કરવામાં આવશે તો અમે તેના માટે તૈયાર છીએ'એમ એક અખબારે ખાનને કહેતા ટાંક્યા હતા. તેમણે કહ્યું હતું કે  અફઘાન સરકાર દ્વારા વ્યક્ત કરાયેલી ચિંતા પછી તેમણે ઇસ્લામાબાદમાં તાલીબાનો સાથેની બેઠકને રદ કરી હતી.

ગયા મહિને તાલીબાને કહ્યું હતું કે તેમના પ્રતિનીધીઓ ઇમરાન ખાનને મળવા ઇસ્લામાબાદ જશે. જો કે પાછળથી એવા સમાચાર મળ્યા હતા કે તાલીબાનના મોટા ભાગના નેતાઓ પર અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા  પ્રતિંબધ લાદ્યા હોવાથી તેઓ પ્રવાસ નહીં કરી શકતા પૂર્વ નિર્ધારિત મંત્રણાને રદ કરી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TVqFTo
via Latest Gujarati News

Post a Comment

0 Comments