લિસ્બન/ ફ્રાન્સ, તા.૨૬
વિશ્વના ટોચના ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની હાજરી છતાં પોર્ટુગલને યુરો કપ ૨૦૨૦ના ક્વોલિફાયર મુકાબલામાં સતત બીજી મેચ ડ્રો કરવી પડી હતી. રોનાલ્ડો ટીમને જીત તરફ દોરવામાં નિષ્ફળ રહ્યો હતો અને ઘરઆંગણે રમતાં પોર્ટુગલે ૧-૧થી સર્બિયા સામેની મેચ ભારે સંઘર્ષ બાદ બરોબરી પર પૂર્ણ કરી હતી. આ મેચ દરમિયાન રોનાલ્ડોને ઈજા થઈ હતી અને ત્યાર બાદ તેણે મેદાન છોડયું હતુ.
જ્યારે વર્લ્ડ ચેમ્પિયન ફ્રાન્સે તેની ડ્રીમ રન જારી રાખતાં ૪-૦થી આઇસલેન્ડને કચડી નાંખ્યું હતુ. ઈંગ્લેન્ડે પણ હાઈ સ્કોરિંગ ટીમ તરીકેનો રેકોર્ડ જાળવી રાખતાં ૫-૦થી મોન્ટેનેગ્રો સામે વિજય પ્રાપ્ત કર્યો હતો.
પ્રવાસી સર્બિયાએ પ્રભાવશાળી શરૃઆત કરી હતી અને મેચની સાતમી મિનિટે જ ડુસાન ટેડિચે પેનલ્ટી કીકને ગોલમાં ફેરવતા ટીમને સરસાઈ અપાવી હતી. શરૃઆતમાં જ બેકફૂટ પર ધકેલાયેલા પોર્ટુગલે મેચમાં પાછા ફરવા માટે જોરદાર સંઘર્ષ કર્યો હતો. આખરે હાફ ટાઈમ પહેલા ત્રણ મિનિટ બાકી હતી, ત્યારે ડેનિલો પરેરાએ ગોલ ફટકારીને ટીમને બરોબરી અપાવી હતી. આ જ સ્કોરલાઈન પર મેચ પુરી થઈ હતી.
મોલ્ડોવાને ૪-૧થી હરાવનારા ફ્રાન્સે સતત બીજી મેચમા ચાર ગોલ ફટકારતાં આઈસલેન્ડને ૪-૧થી પરાસ્ત કર્યું હતુ. ફ્રાન્સ તરફથી સેમ્યુઅલ ઉમ્ટીટી, ઓલિવિયર જીરોડ, કિલિયન એમ્બાપ્પે અને એન્ટોઈન ગ્રીઝમાને ૧-૧ ગોલ ફટકાર્યા હતા.
ઈંગ્લેન્ડે સતત બીજી મેચમાં પાંચ ગોલ ફટકાર્યા હતા. તેઓએ ચેક રિપબ્લિકને ૫-૦થી હરાવ્યું હતુ. જે પછી ગઈકાલે મોન્ટેનેગ્રો સામે ૫-૧થી વિજય મેળવ્યો હતો.મોન્ટેનેગ્રોને ૧૭મી મિનિટે માર્કો વેસોવિચે સરસાઈ અપાવી હતી. જોકે માઈકલ કેએન, હેરી કેન અને રહીમ સ્ટિર્લિંગના ૧-૧ અને રોસ બાર્કલીના બે ગોલની મદદથી ઈંગ્લેન્ડે ૫-૧થી વિજય હાંસલ કર્યો હતો.
પોર્ટુગલ સામે ૦-૦થી મેચ ડ્રો કરનારા યુક્રેને ૧-૦થી લક્ઝમ્બર્ગને મહાત કર્યું હતુ. અલ્બેનિયાએ ૩-૦થી એન્ડોરાને અને તુર્કીએ ૪-૦થી મોલ્ડોવાને હરાવ્યું હતુ.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HWs19w
via Latest Gujarati News
0 Comments