હાઈ બ્લડપ્રેશર હૃદયરોગનું કારણ બની શકે છે. તેથી જ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખવાની સાથે જ એને લઇને જાગૃત રહેવાની જરૂર છે. જો તમે બ્લડપ્રેશરના પેશન્ટ હોવ તો તમારે આ પાંચ વસ્તુઓ ખાતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ.
1. કૉફી
હાઈ બ્લડપ્રેશરના દર્દીને કૉફીથી બહુ નુકસાન થઇ શકે છે. આમાં કેફિનનું પ્રમાણ વધારે હોવાથી વધારે કોફી અને ચોકલેટ પણ તમને નુકસાન કરી શકે છે.
2. મીઠું
જો તમે વધારે મીઠું ખાતા હોવા તો બીપી વધી શકે છે. જેનાથી હાર્ટને લગતી તકલીફો ઊભી થાય છે. તેથી મીઠું હમેશા પ્રમાણસર જ ખાવું જોઈએ.
3. તુલસી
લોકો હેલ્થ સારી રહે તે માટે તુલસીના પાન કે તુલસીનો અર્ક લેતાં હોય છે. પરંતુ હાઈ બીપી હોય તેવા લોકોએ તુલસીથી દૂર રહેવું જોઈએ.
4. કિશમિશ
પલાળેલી કિશમિશના અનેક ફાયદાઓ તમે સાંભળ્યા હશે, પરંતુ જો તમે હાઈબીપીના પેશન્ટ હોવ તો એનું સેવન તમને નુકસાન કરી શકે છે.
5. બદામ
બદામ તમારે ના ખાવી જોઈએ અને બદામવાળું દૂધ તો જરાય ના લેવું. જો તમે હાઈ બીપીના પેશન્ટ છો તો બદામથી દૂર રહેવામાં જ શાણપણ છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TYlnGV
via Latest Gujarati News
0 Comments