કર્ણાટકમાં આવક વેરા વિભાગે રૂપિયા 800 કરોડની વિદેશી સંપત્તિ જપ્ત કરી


(પીટીઆઇ) બેંગલુરૃ, તા. 23 માર્ચ, 2019, શનિવાર

કર્ણાટક-ગોવા અવક વેરા વિભાગે રૃપિયા ૮૦૦ કરોડની વિદેશી સંપત્તિને પકડી પાડી ત્રણ જણા સામે કેસ કર્યા હતા, એમ વિભાગના ટોચના અધિકારીએ કહ્યું હતું.'આજ સુધી વિભાગે આશરે રૃપિયા ૮૦૦ કરોડની વિદેશી  સંપત્તિને શોધી કાઢી હતી અને ત્રણ કેસ કર્યા હતા. દસ આરોપીઓને પણ નોટીસો ફટકારવામાં આવી હતી'એમ ચીફ ઇન્કમ ટેક્સ કમિશનર બી.આર. બાલાક્રિષ્ણને કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે  તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે એસેસી દ્વારા વિદેશમાં મની લોન્ડરિંગ માટે અને  વિદેશી સંપત્તિમાં રોકાણ માટે કરવામાં આવેલા રોકાણની ગુંચવણ ભરેલી જાળને પકડી પાડવામાં આવી હતી.તેમની સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પણ કેસ કરાયા હતા. ખાણના ધંધામાં અનેક એસેસીની તપાસ કરતાં કાળા નાણાને વિદેશમાં રોકવા માટે મની લોન્ડરિંગ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું.

'કેટલાક એસેસીએ પોતાની ભારતીય નાગરિકતાને જતી કરી હતી અને અન્ય દેશોનું નાગરિકત્વ અપનાવ્યું હતું. તેમણે  કેટલીક બેંકોમાં બેનામી  ખાતા પણ હતા,  કેટલા માળખાકિય કામોમાં રોકાણ પણ કર્યું હતું હોંગકોંગ, બ્રિટન, સમોઆ, સિંગાપોર, બલગેરિયા અને પનામા જેવા દેશોમાં રિયલ એસ્ટેટ ધંધા શરૃ કરી અનેક સંપત્તિ ઊભી કરી હતી'એમ તેમણે કહ્યું હતું.

 ૨૬ કેસની તપાસ કરાઇ હતી જેમાં વિદેશી સંપત્તિ સામેલ હતી. બેનામી સંપત્તિ અંગે તેમણે કહ્યું હતું કે આવક વેરા વિભાગે ગોવામાં એક અજીબ મોડસ ઓપરેન્ડી શોધી કાઢી હતી.

ગોવામાં વિદેશીઓ મિલકતો ખરીદતા હતા  પરંતુ તેમના નામે તેની નોંધણી કરાતી ન હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે અનેક વિદેશીઓએ વિલાઓ ખરીદવા પૈસા આપ્યા હતા અને પોતાના નામે એ મિલકતને ચઢાવ્યા વિનાજ  ્થવા તો ટ્રાન્સફર કર્યા વગર જ કેટલાય દાયકાઓથી તેના માલિક બની ને રહેતા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HFXkpA
via Latest Gujarati News

Post a Comment

0 Comments