બોલર તેના કૌશલ્યથી વિકેટ ઝડપે, નિયમોની આડશ લઈને નહિ : BCCI

નવી દિલ્હી, તા.૨૬

આઇપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન અશ્વિને જે પ્રકારે રાજસ્થાન રોયલ્સના ઈંગ્લિશ બેટ્સમેન બટલરને માંકડેડ આઉટ કર્યો, તેનાથી સર્જાયેલા વિવાદને પગલે બોર્ડના ઓફિસિઅલ્સમાં પણ નારાજગી ફેલાઈ છે. બીસીસીઆઇના ઓફિસિઅલને ટાંકીને મીડિયા રિપોર્ટ જણાવે છે કે, આ પ્રકારનું વર્તન ખેલભાવનાથી વિપરીત કહેવાય. બોલર તેના કૌશલ્યથી વિકેટ ઝડપવાની હોય, નહિ કે નિયમોની આડશ લઈને બેટ્સમેનને આઉટ કરવાનો હોય.

બોર્ડના ઓફિસિઅલે જણાવ્યું કે, ખેલાડીનું વર્તન ગૌરવભર્યું હોવું જોઈએ. જેથી આઇપીએલ જોનારા તેનામાંથી ક્રિકેટ સીખવાનો પ્રયાસ કરતા યુવા અને કિશોરોમાં યોગ્ય મેસેજ જવો જોઈએ. મેચ ઓફિસિઅલ્સ પણ તેમની જવાબદારીને યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જો પરિસ્થિતિને જોઈને નિયમને અમલ બનાવવામાં આવે તો મેચ ઓફિસિઅલ્સે બટલરને નોટઆઉટ જાહેર કરવો જોઈએ, પણ તેઓ પણ તેમની ભૂમિકા ચૂકી ગયા હતા. અશ્વિને એ યાદ રાખવું જોઈએ કે તે કેપ્ટન પણ છે અને નિયમો અને ખેલદિલીને ધ્યાનમાં રાખીને તેણે વર્તન કરવું જોઈએ.

અન્ય એક બોર્ડ ઓફિસિઅલે જણાવ્યું કે, આ પ્રકારે બેટ્સમેનને આઉટ કરવો એ પીઠમાં છરો ભોંકવા સમાન કહેવાય. આ કારણે તેની ટીકા થાય છે. 'માંકડેડ'થી બેટ્સમેનને આઉટ કરી શકાય છે, પણ સ્વાભાવિક રીતે જ બોલર ટીકાપાત્ર બને છે.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ut4l4t
via Latest Gujarati News

Post a Comment

0 Comments