આ ચોકીદાર માત્ર અમીરો માટે જ કામ કરે છે : પ્રિયંકાનો વડા પ્રધાન પર પ્રહાર


(પીટીઆઇ) નવી દિલ્હી, તા.24 માર્ચ, 2019, રવિવાર

ભાજપના નેતાઓએ વડા પ્રધાન મોદીની જેમ પોતે પણ ચોકીદાર છે તેવા શરૃ કરેલા અભિયાન પર પ્રહાર કરતાં ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પૂર્વ વિભાગના પ્રભારી પ્રિયંકા ગાંધીએ આજે કહ્યું હતું કે આ ચોકીદારો માત્ર અમીરો માટે જ કામ કરે છે અને તેમને દેશના ગરીબોની સમસ્યાઓની જરાય ચિંતા હોતી નથી.

ઉત્તર પ્રદેશમાં શેરડી ઉગાડતા ખેડૂતોને આપવાના નાણા દસ હજાર કરોડ કરતાં પણ વધુ થઇ ગયા હોઇ યોગી સરકાર પર પ્રહાર કરેલા.

' શેરડી ઉગાડતા ખેડુતોના પરિવારો આખો દિવસ અને રાત ખેતરમાં મજુરી કરે છે, પરંતુ ઉત્તર પ્રદેશની સરકાર તેમના બાકી નાણા આપવાની જવાબદારી પણ લેતી નથી'એમ પ્રિયંકાએ કહ્યું હતું.' ખેડૂતોના બાકીના રૃપિયા દસ હજાર કરોડ એટલે તેમનું બધુ જ એમાં આવી જાય. બાળકોનું શિક્ષણ, ભોજન, આરોગ્ય અને પછી બાકીની પ્રક્રિયા રોકાઇ જાય છે. 

આ ચોકીદાર માત્ર પૈસાદાર લોકો માટે જ કામ કરે છે અને તેને ગરીબોની જરાય ચિંતા નથી'એમ તેમણે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભાજપના તમામ નેતાઓએ મોદીએ કરેલા મેં ભી ચોકીદાર સૂત્રને પોતાના નામની આગળ લગાડવાની શરૃઆત કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CDq91E
via Latest Gujarati News

Post a Comment

0 Comments