એનઆઇડીમાં ફર્નિચર વિભાગના સ્ટુડન્ટસ દ્વારા 'ડિઝાઇન સ્ટુડિયો' દરમિયાન તૈયાર કરાયેલા ફર્નિચરનું પ્રદર્શન કેમ્પસ ખાતે ગોઠવાયું છે, સ્ટુડન્ટસ દ્વારા તૈયાર કરવામાં આવેલા ફર્નિચરમાં જીપીવીસી પાઇપ અને રેલવૂડ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફર્નિચરની ડિઝાઇન જીપીવીસી પાઇપના યુનિક જોડાણ દ્વારા કરવામાં આવી છે, જે સામાન્ય ફર્નિચરને પણ આકર્ષક બનાવે છે. સ્ટુડન્ટસે ફર્નિચરની ડિઝાઇન ઈનડોર અને આઉટડોરને અનુરૃપ બનાવી છે. જેથી યોગ્ય વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકશે. ડિઝાઇન સ્ટુડિયોના મેન્ટર પ્રવિણસિંહ સોલંકીએ કહ્યું કે, સામાન્ય લોકો પણ આવા ફર્નિચર જાતે બનાવી શકે તે માટે ફર્નિચર ડિઝાઇનમાં જીપીવીસી અને રેલવૂડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફર્નિચરની ડિઝાઇન પણ સામાન્ય લોકોની સમજમાં આવે તેવી જ છે. તેથી લોકો પોતાના ઘર માટે વેસ્ટ મટીરિયલમાંથી ફર્નિચરની ડિઝાઇન કરી શકશે.
ડિઝાઇન આર્ટિસ્ટ લુકાસ મુનોઝની ટુબ્લર ચેર પરથી પ્રેરિત છે
સ્ટુડન્ટ : મનાલી લામા
ફર્નિચર : હાથી
ફર્નિચરની ડિઝાઇન બનાવવા માટે આર્ટિસ્ટ લુકાસ મુનોઝની ટુબ્લર ચેર પરથી પ્રેરણા લેવામાં આવી છે. ખુરશીની ડિઝાઇનમાં બેસવાની વ્યવસ્થા વધારે વળાંકવાળી રાખવામાં આવી છે, જેના કારણે ખુરશી આરામદાયક બને છે. ખુરશી ગાર્ડન કે બાલ્કની માટેનું ફર્નિચર હોવાથી તેની સાથે ફૂટસ્ટોલ પણ બનાવાયું છે, જે ફર્નિચરને યુનિક લૂક આપવા સાથે ખુરશીને વધારે આરામદાયક બનાવે છે.
ફર્નિચરની ડિઝાઇન કાર્ટુન મિનિઓન આધારિત છે
સ્ટુડન્ટ : તાલીથા રેબેલો
ફર્નિચર : મિનીઓન ચેર
મિનીઓન કાર્ટુનથી પ્રેરિત ખુરશીની ડિઝાઇન આઉટડોર સિટિંગ માટે બનાવાઇ છે, જેમાં જીપીવીસી પાઇપના જોડાણ સાથે યેલ્લો કલરના સિટિંગ લેધરનો ઉપયોગ કરાયો છે. ફર્નિચરમાં સિમ્પલ ડિઝાઇન સાથે સ્ટુડન્ટ દ્વારા ખુરસી સાથે નાનું ટેબલ પણ બનાવાયું છે, જેનો ઉપયોગ મેગેઝિન અને બુક્સ રાખવા કરી શકાય છે.
પાઇપના ઘણાં શેપ તૈયાર કરી બનાવી આરામદાયક ખુરશી
સ્ટુડન્ટસ : નિહાલ અને પુષ્પેન્દ્ર
ફર્નિચર : ફ્લુઇડ ઓરમ
ફર્નિચરને શો-પીસ માટે તૈયાર કરાયું છે, યુનિક ડિઝાઇન હોવાથી લોકો તેના તરફ આકર્ષિત થાય છે. આ ખુરશી લાંબો સમય બેસવા માટે નહી પરંતુ મોડેલિંગ અને ફોટોગ્રાફીના ઉપયોગ માટે બનાવવામાં આવી છે. ફર્નિચરની યુનિક ડિઝાઇન અને સપાટીને આરામદાયક બનાવવા માટે ઘણા પાઇપને વિવિધ શેપમાં કાપવામાં આવ્યા છે.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JNXwoC
via Latest Gujarati News
0 Comments