વોશિંગ્ટન, તા. ૨૭
બોઇંગ ૭૩૭ મેક્સ વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટનાઓ પછી હવે અમેરિકન ઉડ્ડયન અધિકારી સાંસદોની સમક્ષ નવા વિમાનોને આપવામાં આવતા પ્રમાણપત્રની પદ્ધતિનો બચાવ કરશે.
આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે બોઇંગના દુર્ઘટનાગ્રસ્ત થવાના સંભવિત કારણો શોધવા અને પ્રણાલિગત ખામીઓ દૂર કરવાના મૂલ્યાંકન માટે ૭૩૭ મેક્સ વિમાનનું ઉડ્ડયન પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઇથોપિયન એરલાઇન્સનું વિમાન ક્રેશ થયા પછી બોઇંગ કંપની ટીકાઓનો સામનો કરી રહી છે અને અનેક દેશોએ બોઇંગ ૭૩૭ વિમાનોનું ઉડ્ડયન બંધ કરી દીધું છે.
કંપનીએ સોમવારે સિસ્ટમ સિસ્ટમ અપગ્રેડનું પરિક્ષણ કર્યુ હતું.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર બોઇંગ મેક્સનું ઉડ્ડયન ફરી શરૃ કરવા માટે એરલાઇન્સને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન(એફએએ) પાસેથી મંજૂરી મેળવવી પડશે.
જો કે કંપનીએ અત્યાર સુધીમાં સોફટવેરમાં દૂર કરવામાં આવેલી ખામીઓની વિગતો એફએએને સોંપી નથી.
સેનેટની વાણિજય સમિતિ એફએએના કાર્યવાહક એડમિનિસ્ટ્રેટર ડેનિયલ એલ્વેલ અને પરિવહન વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ કેલ્વિન સ્કવેલની પૂછપરછ કરશે.
અધિકારીઓએ આશા વ્યક્ત કરી હતી કે સાંસદો ૭૩૭ મેક્સના એફએએ પ્રમાણપત્ર અંગે પ્રશ્રો પૂછવામાં આવી શકે છે.
૭૩૭ મેક્સ વિમાનની નવી સિસ્ટમ પાયલોટો માટે વિમાનને અંકુશમાં રાખવું મુશ્કેલી ઉભી કરી રહી છે. તાજેતરમાં બંને ૭૩૭ મેક્સ વિમાનો ટેક ઓફ થયાના થોડાક જ સમયમાં ક્રેશથયા હતાં.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CIfX87
via Latest Gujarati News
0 Comments