(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૭
જો વિરોધ પક્ષ સત્તામાં આવશે તો પૂર્વ આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજનને નાણા પ્રધાન બનાવવામાં આવશે તેવી અટકળો વચ્ચે રાજને સ્પષ્ટતા કરી છે કે જો મને મારા લાયક કોઇ તક મળશે તો હું ભારત પરત આવવા તૈયાર છું.
ઇન્ટરનેશલ મોનિટરી ફંડ(આઇએમએફ)ના પૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી રાજને ભાજપ નેતૃત્ત્વવાળી સરકારમાં આરબીઆઇના ગવર્નર તરીકેની બીજી ટર્મ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું છે કે હું હાલમાં જ્યાં છું ત્યાં ખૂબ ખુશ છું પણ જો કોઇ તક મળશે તો હું ભારત પરત આવવા તૈયાર છું.
પોતાના નવા પુસ્તકના અનાવરણ પ્રસંગે રાજને જણાવ્યું હતું કે હું હાલમાં જ્યાં છું ત્યાં ખૂબ જ ખુશ છું પણ નવી તકો માટે તૈયાર છું.
હાલમાં શિકાગો યુનિવર્સિટી સાથે સંકળાયેલ બિઝનેસ સ્કૂલમાં પ્રોફેસર તરીકે સેવા બજાવતા રાજનને પૂછવામાં આવ્યું હતું કે શું તમને ભારતમાં પબ્લિક સર્વિસ કે રાજકીય ભૂમિકાની તક મળશે તો શું તમે ભારત પરત ફરશો?
હાલમાં એવી અટકળો ચાલી રહી છે કે જો લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર થશે અને વિરોધ પક્ષો સરકાર બનાવશે તો રઘુરામ રાજનને નાણા પ્રધાન બનાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મંગળવારે જણાવ્યંય હતું કે ન્યૂનતમ આવક યોજનાનું ડ્રાફટ તૈયાર કરવા માટે કોંગ્રેસે રાજન સહિતના ટોચના અર્થશાસ્ત્રીઓની સલાહ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે જાહેરાત કરી છે કે જો કેન્દ્રમાં તેમની સરકાર બનશે તો દેશના ૨૦ ટકા ગરીબ પરિવારોને મહિનાના ૬૦૦૦ લેખે વાર્ષિક ૭૨,૦૦૦ રૃપિયા આપવામાં આવશે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JJlzFh
via Latest Gujarati News
0 Comments