નવી દિલ્હી, તા.27 માર્ચ 2019,બુધવાર
ભારતીય વૈજ્ઞાાનિકોએ અંતરીક્ષમાં સેટેલાઇટ તોડી પાડી હતી, જેની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી અને દાવો કર્યો હતો કે આ એક ઐતિહાસિક દિવસ છે. જોકે વૈજ્ઞાાનિકોએ નહીં પણ મોદીએ જાહેરાત કરતા હવે તેનો વિરોધ થવા લાગ્યો છે.
તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે મોદીએ આ મુદ્દે સંબોધન આપ્યું તેનાથી આચાર સંહિતાનો ભંગ થયો છે, મોદીએ માત્ર રાજકીય લાભ લેવા માટે જ આમ કર્યું છે.
મમતાએ મોદી પર નાટક કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. મોદીએ અગાઉ ભારતની એન્ટી સેટેલાઇટ મિસાઇલની સફળતા અંગે વાત કરતા જણાવ્યું હતું કે ભારત એ દેશોમા સામેલ થઇ ગયો છે કે જેણે આ સિદ્ધી મેળવી હોય. મમતાએ મોદીના આ ભાષણ અંગે ટોણો મારતા કહ્યું હતું કે જે સરકારની એક્સ્પાયરી ડેટ જ પુરી થઇ ગઇ છે તે હવે સેટેલાઇટની વાતો કરવા લાગ્યા છે.
મોદીએ જે પણ વાતો કરી તે બીજુ કહીં નહીં પણ માત્ર અને માત્ર ડ્રામા જ હતા. હંમેશની જેમ આ વખતે પણ બધો જ જશ મોદીએ પોતાની પાસે લેવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે ખરેખર આ સફળતાનો જશ એ વૈજ્ઞાાનિકોને મળવો જોઇએ.
જ્યારે બીજી તરફ કોંગ્રેસે જણાવ્યું હતું કે એન્ટી સેટેલાઇટ મિસાઇલના સફળ પ્રયોગ માટે આ દેશના વૈજ્ઞાાનિકો અને નિષ્ણાંતોને શૂભકામના, આ સફળતા જવાહરલાલુ નેહરુ અને ઇંદિરા ગાંધીને કારણે મળી છે કેમ કે તેમણે જ દેશમાં ઇસરો જેવી સંસ્થાઓનો પાયો નાખ્યો કે જેના દ્વારા આ સફળ પ્રયોગ કરવામાં આવ્યો.
૧૯૬૧માં પંડિત જવાહરલાલ નેહરુએ ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામની સ્થાપના કરી હતી. જેને પગલે જ આજે આપણે આ સફળતા મેળવી શક્યા છીએ. જ્યારે ઇંદિરા ગાંધીએ ઇન્ડિન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી હતી. જ્યારે અખિલેશ યાદવે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ઇસરો અને ડીઆરડીઓને ખુબ ખુબ શૂભકામનાઓ, આ બન્ને સંસ્થાઓએ આજે દેશને ગૌરવનો અહેસાસ કરાવ્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FF7QLG
via Latest Gujarati News
0 Comments