નવી દિલ્હી, તા.૨૭
ભારતીય બેડમિંટન ખેલાડી પી.વી. સિંધુએ વિમેન્સ સિંગલ્સમાં અને કિદામ્બી શ્રીકાંતે મેન્સ સિંગલ્સમાં ઘરઆંગણે શરૃ થયેલી ઈન્ડિયન ઓપનમાં વિજયી શુભારંભ કર્યો હતો. સિંધુએ પ્રથમ મેચમાં ભારતની જ મુગ્ધા એગ્રેયને ૨૧-૮, ૨૧-૧૩થી પરાજય આપ્યો હતો. જ્યારે કિદામ્બી શ્રીકાંતે ભારે સંઘર્ષ બાદ હોંગ કોંગના વોંગ વિંગ કી વિન્સેન્ટ સામે ૨૧-૧૬, ૧૮-૨૧, ૨૧-૧૯થી જીત હાંસલ કરી હતી.
શ્રીકાંત છેલ્લા ૧૭ મહિનાથી એક પણ ટુર્નામેન્ટ જીતી શક્યો નથી અને તેને અહી સફળતાની આશા છે. નોંધપાત્ર છે કે, ઈન્ડિયન ઓપનમાં તે છેલ્લે ૨૦૧૫માં ચેમ્પિયન બન્યો હતો. શ્રીકાંતે તેના હોંગ કોંગના હરિફ સામે સતત ચોથો વિજય હાંસલ કર્યો હતો.
મેન્સ સિંગલ્સમાં ભારતના પ્રનોય, પ્રણિત અને સમીર વર્માએ આગેકૂચ કરી હતી. પ્રનોયે થાઈલેન્ડના આઠમો સીડ ધરાવતા વાંગચારોન સામે ૧૪-૨૧, ૨૧-૧૮, ૨૧-૧૪થી જીત હાંસલ કરી હતી. પાંચમો સીડ ધરાવતા ભારતના સમીર વર્માએ ડેનમાર્કના રાસમુસ ગેમ્કેને ૨૧-૧૮, ૨૧-૧૨થી
સ્વિસ ઓપનના ફાઈનલીસ્ટ બી.સાઈ પ્રણિતે ભારતના જ કાર્તિકેય સામે ૨૨-૨૪, ૨૧-૧૩, ૨૧-૮થી જીત મેળવી હતી. વિમેન્સ સિંગલ્સમા ભારતની રિયા મુખર્જીએ થાઈલેન્ડની ચાઈવાનને ૨૧-૧૭, ૨૧-૧૫થી પરાસ્ત કરી હતી.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WvWUWj
via Latest Gujarati News
0 Comments