મુંબઈ, તા. 30 માર્ચ, 2019 શનિવાર
બજારની બદલતી પરિસ્થિતિઓ અને બંપર ઉપજના કારણે ગત વર્ષની સરખામાણીએ આ વર્ષે ડુંગળીની ખેતી કરનાર ખેડૂતોની આવક ૪૨ અબજ ઘટી ગઈ છે. કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયના એક રીપોર્ટમાં આ વાતની ખબર પડે છે.
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં એપીએમસીના માધ્યમથી અંદાજે ૧૩.૨૨ લાખ ટન ડુંગળી ૧૩,૭૬૦ રૂપીયા પ્રતિ ટનના દરે વેચાણી હતી. આ પ્રકારે ડિસેમ્બર મહિનામાં ૧૩,૩૧૦ રૂપીયા પ્રતિ ટનના હિસાબથીકુલ ૧૧.૧૦ લાખ ટન ડુંગળીનુ વેચાણ થયુ હતુ. રિપોર્ટ કહે છે કે આ ૨૦૧૭માં ખેડૂતોને મળેલ ડુંગળીની કિંમતની સરખામણીએ ૬૧ ટકા ઓછી છે.
દેશમાં અંદાજે એક તૃતિયાંશ ભાગનુ ડુંગળીનુ ઉત્પાદન કરનાર રાજ્ય મહારાષ્ટ્રના ભાવમાં ઘણો મોટો ઘટાડો દેખાયો હતો. અહી ૫૧૮૦ રૂપીયા પ્રતિ ટનના ભાવે ડુંગળીનુ વેચાણ થયુ જે ગત વર્ષની સરખામણીએ ૮૦ ટકા ઓછુ છે.
ભાવમાં અટલા મોટા ઘટાડાનુ એક કારણ તે હોય શકે છે કે છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ ઉત્પાદનની સરખામણીએ આ વર્ષે ડુંગળીનુ અનુમાનીત ઉત્પાદન વધુ રહ્યુ છે. ૨૧૦ લાખ ટન ડુંગળીના ઉત્પાદનનુ અનુમાન હતુ પરંતુ આવર્ષે આંકડો ૨૩૬ લાખ ટન પર પહોંચવાની આશા છે.
નાસિક મહારાષ્ટ્રનુ સૌથી મોટુ ડુંગળીનુ ઉત્પાદક ક્ષેત્ર છે. ખેડૂતોને કમીશન એજન્ટને સાઈડમાં રાખીને એપીએમસીની બહાર પણ ડુંગળી વેચવાની મંજુરી છે પરંતુ તે કાગળ સુધીજ સિમીત છે કારણે કે સરકાર ખેડૂતોને સુપરમાર્કેટસ હોટલ્સ, કેટરર્સ અને બીજા બજારોની સાથે જોડવા માટે નિષ્ફળ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે આપણી આયાત નિકાસની નીતી બદલાતી રહે છે. જો સ્થાનીક બજારમાં ભાવ થોડા પણ વધે છે તો નિકાસ પર કાપ મુકવાનો આદેશ આપવામાં આવે છે અને ખેડૂતો વધુ કિંમત મેળવવાથી વંચિત રહી જાય છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CNFU6u
via Latest Gujarati News
0 Comments