લો જુઓ ક્યાં છે અહીં આતંકવાદી તાલીમ શિબિર

ઇસ્લામાબાદ તા. 30 માર્ચ 2019 શનિવાર

ભારતે કરેલી એર સ્ટ્રાઇકના પુરાવા નષ્ટ કર્યા બાદ લગભગ એક મહિના પછી પાકિસ્તાને કેટલાક પસંદગીના મિડિયામેનને બાલાકોટની મુલાકાત લેવડાવી હતી અને પૂછ્યું હતું કે કહો ક્યાં છે અહીં આતંકવાદી તાલીમ શિબિર ?

ભારતીય ગુપ્તચર ખાતાને મળેલી માહિતી મુજબ પાકિસ્તાને 28મી માર્ચે કેટલાક પત્રકારોને ગાંઠના ખર્ચે બાલાકોટનો પ્રવાસ કરાવ્યો હતો અને એવી સ્ટોરી ઇમ્પ્લાન્ટ કરાવી હતી કે બાલાકોટમાં ક્યાંય આતંકવાદી તાલીમ શિબિર ચાલતા નથી. આ પત્રકાર ટુકડીને ખાસ હેલિકોપ્ટરમાં બાલાકોટ લઇ જવામા્ં આવી હતી.

અત્રે એ નોંધનીય છે કે બાલાકોટના સ્થાનિક રહેવાસીઓએ ભારતીય પત્રકારોને કહ્યું હતું કે અમે મોડી રાત્રે બોંબ ધડાકા જેવો વિસ્ફોટ સાંભળ્યો હતો અને બીજા દિવસે પાકિસ્તાની લશ્કરના જવાનો ત્યાંથી કાટમાળ અને મૃતદેહો ખસેડી રહ્યા હતા, એ અમે નજરોનજર જોયું હતું. આમ છતાં પાકિસ્તાન સમગ્ર વિશ્વની આંખમાં ધૂળ નાખવા આવા ગતકડાં કરી રહ્યું છે. 

યુનોમાં ફ્રાન્સ અને ઇંગ્લેંડના સહયોગથી અમેરિકા સહિત કેટલાક દેશોએ મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે એ હકીકત પણ આ સંદર્ભમાં નોંધનીય છે.




from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U7IbUA
via Latest Gujarati News

Post a Comment

0 Comments