મ્યૂનિચમાં ભારતીય દંપત્તિ પર ચપ્પા વડે હુમલો, પુરૂષનું મૃત્યુ


(પીટીઆઈ) બર્લિન, તા.30 માર્ચ, 2019, શનિવાર

જર્મનીના મ્યૂનિચમાં ઈમિગ્રન્ટ દ્વારા ભારતીય દંપત્તિ પર ચપ્પા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પુરૂષનું મોત થયું છે અને તેની પત્નીને ઈજાઓ પહોંચી છે. મૃતકના ભાઈને જર્મની મોકલવા સરકાર પ્રયાસ કરી રહી છે. 

જર્મનીના મ્યૂનિખમાં એક ઈમિગ્રન્ટે ભારતીય દંપત્તિ પર ચપ્પા વડે હુમલો કરીને પુરૂષની હત્યા કરી છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે શનિવારે મ્યૂનિખમાં ભારતીય દંપત્તિ પર હુમલો થયો હોવાના સમાચાર જાહેર કર્યા હતા. આ હુમલામાં પુરૂષનું નિધન થયું છે અને તેની પત્નીને ઈજાઓ પહોંચી છે.

સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને મ્યૂનિખ પાસે ભારતીય દંપત્તિ પ્રશાંત અને સ્મિતા બસારૂર પર હુમલો થયો જેમાં દુર્ભાગ્યવશ પ્રશાંતનું નિધન થયું છે તેવી જાણ કરી હતી. તેમણે સ્મિતાની હાલત સ્થિર હોવાનું અને પ્રશાંતના ભાઈને જર્મની મોકલવા પ્રબંધ કરી રહ્યા હોવાનું જણાવ્યું. આ સાથે જ તેમણે પ્રશાંતના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FKEBFQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments