કોલ્હાપુરમાં અંબામાતાના દર્શન કરી શિવસેના- ભાજપના નેતાઓ આજથી પ્રચાર શરૂ કરશે

(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા.23 માર્ચ 2019,શનિવાર

લોકસભા ચૂંટણી- ૨૦૧૯ના ભારતીય જનતા પાર્ટી- શિવસેના યુતિના પ્રચારનો શંખનાદ આવતીકાલે રવિવાર, ૨૪ માર્ચ ૨૦૧૯ના દિવસે કોલ્હાપૂરના અંબામાતાના દર્શન કરીને થશે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પક્ષપ્રમુખ ઉધ્ધવ ઠાકરે જાહેર રેલીને સંબોધિત કરીને લોકસભા પ્રચારનું રણશિંગું ફુંકવામાં આવશે.

રિપબ્લિકન પાર્ટી ઓફ ઈંડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રના સામાજીક ન્યાયપ્રધાન રામદાસ આઠવલે પણ તપોવન, કોલ્હાપુરના મેદાનમાં યોજવામાં આવેલા રેલીને હાજરી આપશે.

શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેની કોલ્હાપૂરના નિવાસીની અંબામાતા ઉપર ગાઢ શ્રધ્ધા હતી. એટલે તેઓ હંમેશા ચૂંટણી પ્રચારનું રણશિંગૂ કોલ્હાપુરથી ફુંકતા હતા. શિવસેના પક્ષ પ્રમુખ ઉધ્ધવ ઠાકરેની પણ આ ઠેકાણે ઈચ્છા હોવાથી ભાજપ- શિવસેના યુતિના પ્રચારનો શુભારંભ કોલ્હાપૂરના તપોવનથી આવતીકાલની રેલી દ્વારા કરવામાં આવશે.

યુતિ ઘડવામાં શિલ્પકાર એવા ચંદ્રકાંતદાદા પાટિલ ભાજપ શિવસેના વચ્ચેના એક દૂત છે અને તેઓ કોલ્હાપૂરના તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું સાસરિયુ પણ કોલ્હાપુર હોવાથી કોલ્હાપૂર યુતિ માટે મહત્ત્વ ધરાવે છે.

કોલ્હાપુર જીલ્લામાં શિવસેનાના બે ઉમેદવારો છે અને એ બન્નેની જીતાડી લાવવામાં બીડી ચંદ્રકાંતદાદાએ ઉઠાવ્યો છે, એવું પોતે ચંદ્રકાંતદાદાએ જાણકારી આપતા કહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહારાષ્ટ્રની પહેલી રેલી વર્ધામાં ૨૮ તારીખે છે, એવી જાણકારી પણ ચંદ્રકાંતદાદાએ આપી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FyC7vD
via Latest Gujarati News

Post a Comment

0 Comments