મોહાલી,તા.૩૦
યુવા ઓપનર લોકેશ રાહુલે ૫૭ બોલમાં અણનમ ૭૧ રન ફટકારીને ફોર્મ મેળવતા કિંગ્સ ઈલેવન પંજાબે ઘરઆંગણાના આઇપીએલ મુકાબલામાં પ્રવાસી મુંબઈ ઈન્ડિયન્સને આઠ વિકેટથી પરાજય આપ્યો હતો. ડી કૉકની ૬૦ રનની ઈનિંગની મદદથી મુંબઈએ સાત વિકેટે ૧૭૬ રન ફટકાર્યા હતા. મુરુગન અશ્વિનની સાથે વિલ્જોન-શમીએ ૨-૨ વિકેટ ઝડપી હતી. જવાબમાં કિંગ્સ ઈલેવનની ટીમે લોકેશના ૭૧ તેમજ અગ્રવાલના ૪૩ અને મીલરના ૪૦ની મદદથી ૧૮.૪ ઓવરમાં જ બે વિકેટે ૧૭૭ રન કરતાં જીત હાંસલ કરી લીધી હતી.મુંબઈ તરફથી બંને વિકેટ કુણાલ પંડયાને મળી હતી.
આ સાથે કિંગ્સ ઈલેવન પંજાબે આઇપીએલ-૧૨માં બીજો વિજય મેળવ્યો હતો. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સનો આ ત્રીજી મેચમાં બીજો પરાજય હતો. અગ્રવાલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. મુંબઈના બેટ્સમેનો પ્રભાવ પાડી શક્યા નહતા અને ડી કૉકની અડધી સદી બાદ હાર્દિકે ૧૯ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૩૧ રન કર્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન સારી શરૃઆતને લાંબી ઈનિંગમાં ફેરવી શક્યો નહતો.
પંજાબના બોલરોએ મુંબઈને દબાણ હેઠળ રાખ્યું
મોહાલીમાં રમાયેલી આઇપીએલ-૨૦માં પંજાબે ટોસ જીતીને પ્રથમ મુંબઈને બેટીંગમાં ઉતાર્યું હતુ. ડી કૉકે ૩૯ બોલમાં ૬ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૬૦ રન ફટકાર્યા હતા. જ્યારે રોહિતે ૧૮ બોલમાં પાંચ ચોગ્ગા સાથે ૩૫ રન કર્યા હતા. માત્ર ૩૨ બોલમાં ૫૧ રનનીભાગીદારી કરનારી આ જોડીને વિલ્જોને રોહિતને આઉટ કરતાં તોડી હતી. આ પછી સૂર્યકુમાર ૧૧ રનમાં અને યુવરાજ ૨૨ બોલમાં ૧૮ રન કરીને પેવેલિયનમાં પાછો ફર્યો હતો. હાર્દિકે લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેને સાથ મળી શક્યો નહતો. મુરુગન અશ્વિને ૨૫ રનમાં અને શમી તેમજ વિલ્જોને અનુક્રમે ૪૨ અને ૪૦ રનમાં ૨-૨ વિકેટ ઝડપી હતી.
લોકેશ રાહુલે ફોર્મ મેળવ્યું : ગેલ-અગ્રવાલની ઉપયોગી બેટીંગ
શરૃઆતની બંને મેચોમાં ફ્લોપ રહેલા લોકેશ રાહુલે ખુબ જ ધીરજપૂર્વક ઈનિંગને આગળ ધપાવી હતી. તેણે ૫૭ બોલમાં ૬ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે અણનમ ૭૧ રન ફટકારતા ટીમને વિજય અપાવ્યો હતો. તેણે ગેલની સાથે ૫૩ રનની ભાગીદારી કરી હતી. ગેલ ૨૪ બોલમાં ૪ છગ્ગા અને ૩ ચોગ્ગા સાથે ૪૦ રને આઉટ થયો હતો. આ પછી લોકેશ રાહુલે મયંક અગ્રવાલ (૨૧ બોલમાં ૪૩) સાથે ૬૪ રનની ભાગીદારી કરી હતી. જ્યારે ભારતીય ઓપનર અને મીલર (૧૫*) વચ્ચે અણનમ ૬૦ રનની ભાગીદારી થઈ હતી. મુંબઈ તરફથી બંને વિકેટ કૃણાલ પંડયાએ ઝડપી હતી.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TGzDz2
via Latest Gujarati News
0 Comments