
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.29 માર્ચ 2019, શુક્રવાર
નાગપુર-મુંબઈ વિદર્ભ એક્સપ્રેસમાં મંગળવારે રાતના સાડા આઠ વાગ્યે રેલવે પોલીસે આઠ લાખ રૂપિયા સહિત ત્રણ તોલા સોનું જપ્ત કરી કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી હતી. લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે આ રકમ મળી અવાતાં તે સંદર્ભે તપાસ શરૂ છે.
વર્ધાથી ઉમેશ સુર્યવંશી નામની વ્યક્તિ મંગળવારે રાતના સાડા આઠ વાગ્યે વિદર્ભ એક્સપ્રેસમાં ત્રણ બેગ લઈને બેઠો હતો. આ બેગમાં હવાલાની રકમ હોવાની માહિતી રેલવે પોલીસને મળી હતી. તે અનુસાર વર્ધા પુલગાવ દરમિયાન ઉમેશ પાસે રહેલી બેગ તપાસવામાં આવી હતી. તેમાં આઠ લાખ ૧૦ હજાર રૂપિયાની રોકડ રકમ અને ત્રણ તોલા સોનુ રેલવે પોલીસને મળી આવ્યું હતું. બડનેરા સ્ટેશન પર ગાડી આવતાં જ રેલવે પોલીસે રોકડ અને આરોપીને તાબામાં લીધો હતો. હવે આ પ્રકરણમાં બડનેરા પોલીસ તપાસ કરી રહી છે.
આરોપી કુરિયરનું કામ કરી રહ્યો હોવાનું રેલવે પોલીસને જણાવ્યું હતું. પરંતુ આટલી મોટીરકમ કોની છે અને તે મુંબઈ કોના માટે લાવવામાં આવી રહ્યુ હતું તેની શોધ હાલમાં રેલવે પોલીસ કરી રહી છે.
જ્યારે બીજી બાજુ લોકસભા ચૂંટણી દરમિયાન શહેરમાં નાકાબયદી કરીને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. તે અનુસાર ગુરુવારે રાતના સાડા આઠ વાગ્યે અકોલા ટી-પોઇન્ટર નાકાબંદી દરમિયાન કારથી અમરાવતી તરફ આવતી બાંધકામ કોન્ટ્રેક્ટર પાસેથી ચાર લાખ બે હજાર રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ આકોલા બાંધકામ કોન્ટ્રેક્ટરની હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે કાર અને રોકડ રકમ જપ્ત કરી હતી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uA6zPt
via Latest Gujarati News
0 Comments