ડોલરમાં ઉભરા જેવા ઉછાળા: અમેરિકાના ક્રૂડમાં ગુણવત્તાનો ડખો: વિશ્વ બજારમાં શરૂ થયેલું રિજેક્શન!

મુંબઈ, તા. 27 માર્ચ, 2019, બુધવાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે હવામાન મિશ્ર હતું. સોનાના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા.   ચાંદી નરમ રહી હતી.   મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ વધ્યા પચી  ફરી નીચા  ઉતરતા ઉછાળા ઉભરા જેવા નિવડયા હતા.  મુંબઈ કરન્સી બજારમાં  ડોલરના ભાવ  ૬૮.૮૬ વાળા ૬૮.૯૯  ખુલી ઉંચામાં  ભાવ રૂ.૬૯.૦૦ રહ્યા પછી નીચામાં ભાવ ૬૮.૭૭ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૬૮.૮૮ હતા.

 બ્રિટીશ પાઉન્ડના ભાવ રૂ.૯૧.૧૯ વાળા આજે  ૯૦.૯૭ ખુલી ૯૦.૭૨ રહ્યા પછી   ઉંચામાં ભાવ ૯૧.૧૨ થઈ છેલ્લે બંધ રૂ.૯૧.૦૧ રહેતાં  ૧૮ પૈસાનો ભાવ ઘટાડો  દેખાયો હતો.  યુરોના ભાવ ૨૧ પૈસા ઘટી રૂ.૭૭.૭૨થી ૭૭.૭૩ હતા.બ્રેકઝીટ પ્રશ્ને બ્રિટનમાં મતભેદો વધતાં કરન્સી બજારમાં તેની અસર બ્રિટીશ પાઉન્ડ તથા યુરોના ભાવ પર દેખાતી રહી છે.  વિશ્વ  બજારમાં સોનાના ભાવ ઔંશના નીચામાં ૧૩૧૩.૩૦ ડોલર તથા ઉંચામાં ૧૩૧૯.૭૦ રહી સાંજે ભાવ ૧૩૧૫.૩૦થી ૧૩૧૫.૪૦ ડોલર રહ્યા હતા.

 મુંબઈ ઝવેરી બજારમાં  સોનાના ભાવ ૧૦ ગ્રામના જીેએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૨૦૦૫ વાળા ૩૨૦૮૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૩૨૧૩૦ વાળા ૩૨૨૦૫ બંધ હતા. જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ૩ ટકા ઉંચા હતા. 

મુંબઈમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૮૦૪૫  વાળા આજે  રૂ.૩૭૯૫૫ થઈ રૂ.૩૮૦૧૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૮૦૦૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૂ.૧૧૦૦ ઉંચા હતા. વિશ્વ બજારમાં  ચાંદીના ભાવ ઔંશના ઉંચામાં ૧૫.૫૦ ડોલર રહ્યા પછી  નીચામાં સાંજે  ભાવ ૧૫.૩૮થી ૧૫.૩૯ ડોલર હતા.  

પ્લેટીનમના ભાવ  સાંજે ૮૬૩.૯૦થી ૮૬૪  ડોલર હતા જ્યારે  પેલેડીયમના  ભાવ ગબડી દોઢથી બે ટકા તૂટી સાંજે  ભાવો ૧૫૧૮.૩૦થી ૧૫૧૮.૪૦ ડોલર હતા. પેલેડીયમના ભાવ તાજેતરમાં  ઉંચામાં  ૧૬૦૦ ડોલરની ઉપર રેકોર્ડ સપાટીએ  પહોંચ્યા હતા તે ત્યાર પછી પ્રત્યાઘાતી ઝડપી નીચા ઉતર્યાના નિર્દેશો હતા. 

 ન્યુયોર્ક કોપર વાયદો સાંજે ૦.૨૫થી ૦.૩૦ ટકા પ્લસમાં  હતો જ્યારે  ક્રૂડતેલના ભાવ  બ્રેન્ટક્રૂડના બેરલના નીચામાં ૬૮.૦૦થી ૬૮.૦૫ ડોલર રહ્યા પછી સાંજે ભાવ ૬૮.૧૬ ડોલર રહ્યા હતા. 

ન્યુયોર્કના  ભાવ જે ૬૦ ડોલર ઉપર ગયા હતા તે ઘટી ૫૯.૬૦થી ૫૯.૬૫  થઈ સાંજે ભાવ ૫૯.૮૯ ડોલર હતા. રશિયાએ ક્રૂડતેલના ઉત્પાદન કાપનો નિર્ણય આગળ ધપાવવા નિર્ણય કર્યાના સમાચાર હતા.  જોકે વિશ્વ બજારમાં ચકચાર મચાવનારા સમાચાર એવા  આવ્યા હતા કે અમેરિકાથી  સાઉથ કોરિયા તરફ નિકાસ  થયેલા ક્રૂડતેલમાં ગુણવત્તા બાબત ડખો ઊભો થતાં  સાઉથ કોરિયાએ અમેરિકાથી  આવેલા ક્રૂડતેલના ટેન્કરો  રિજેક્ટ  કર્યાના સમાચાર હતા. આ નિર્દેશોથી  વિશ્વ બજારના ખેલાડીઓમાં ખાસ્સી ચર્ચા જાગી હતી.આના પગલે વિ શ્વ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ ન્યુયોર્કના ભાવ વચ્ચેનો તફાવત પણ વધ્યાના વાવડ હતા. 

વેનેન્ઝુએલામાં પાવર સપ્લાયના ધાંધીયા સર્જાતાં ત્યાં ક્રૂડના ઉત્પાદન તથા નિકાસ પર અસર થયાના વાવડ હતા.   અમેરિકાના પંચોલીયા ઈન્સ્ટીટયુટના જણાવ્યા મુજબ ત્યાં ક્રૂડતેલનો સ્ટોક ૧૯ લાખ બેરલ્સ વધ્યોે છે. આ સ્ટોક ૧૨ લાખ બેરલ્સ ઘટવાની  અપેક્ષા  આ પૂર્વે  બજારમાં  બતાવાતી હતી તેના બદલે સ્ટોકમાં  વૃદ્ધી થઈ છે.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uxdkBy
via Latest Gujarati News

Post a Comment

0 Comments