
મનમોહનસિંહની સરકારમાં મોદીએ પણ પાક.ને લવ લેટર ન લખવાની સલાહ કોંગ્રેસને આપી હતી, જુનો વીડિયો વાઇરલ
નવી દિલ્હી, તા. 23 માર્ચ, 2019, શનિવાર
પુલવામા હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા, જે પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું પુરવાર થઇ ગયું હતું, જ્યારે બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન ડે નિમિત્તે પાક.ના વડા પ્રધાન ઇમરાન ખાનને શૂભકામના પાઠવી હતી. જેને પગલે હવે મોદીના દાવાઓ પર કોંગ્રેસ સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે પાકિસ્તાનને લવ લેટરો લખવાનુ બંધ કરો.
અગાઉ જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે મોદી પણ આ જ શબ્દોનો ઉપયોગ કરીને ટોણો મારતા હતા અને કહેતા હતા કે કોંગ્રેસની સરકાર પાકિસ્તાનને લવ લેટર લખવાનું બંધ કરી આક્રામક જવાબ આપે. અને હવે જ્યારે તેઓ સત્તામાં છે ત્યારે પાક.ને લવ લેટર લખવા લાગ્યા છે તેવો આરોપ કોંગ્રેસ લગાવ્યો હતો.
લાહોર રિઝોલ્યૂશનને પગલે પાકિસ્તાનમાં દર વર્ષે ૨૩મી માર્ચે પાકિસ્તાન ડેની ઉજવણી કરવામાં આવે છે. જેને પગલે આ ૨૩મી માર્ચે પણ ઉજવણી કરવામા આવી રહી હતી ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર વડે પાક.ના વડા પ્રધાન ઇમરાન ખાનને શૂભેચ્છા સંદેશો પાઠવ્યો હતો. જેને ઇમરાન ખાને રિટ્વીટ પણ કર્યો હતો. તેથી કોંગ્રેસે મોદીને પોતાના અગાઉના શબ્દો યાદ અપાવ્યા હતા.
કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલે જણાવ્યું હતું કે મોદીએ આતંકવાદ વિરુદ્ધ એક પણ શબ્દનો ઉપયોગ કર્યા વગર પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને લવ લેટર વખ્યો, ૫૬ ઇંચની છાતી વાળા મોદી પાકિસ્તાન સાથે સારી સલવાર રમે છે, તેને લવ લેટર મોકલે છે અને બીજી તરફ મીડિયા અને લોકોમાં પોતાને એક મસલમેન ગણાવી પાક.ને આકરો જવાબ આપ્યો હોવાના દાવા કરે છે.
કોંગ્રેસના નેતાએ સાથે એક વીડિયો પણ જારી કર્યો હતો, જે અગાઉ જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારનો છે જેમાં મોદી કહી રહ્યા છે કે પાકિસ્તાનને તેમની જ ભાષામાં જવાબ આપવો જોઇએ અને લવ લેટર લખવાનંુ બંધ કરવું જોઇએ. સોશિયલ મીડિયા પર પણ મોદીનો આ વીડિયો અને તેમણે હાલમાં જ ઇમરાન ખાનને પાઠવેલી શૂભકામનાની ટ્વીટ વાઇરલ થઇ રહી છે અને મોદીની ભારે ટીકા પણ થઇ રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HD8dZm
via Latest Gujarati News
0 Comments