પાકિસ્તાનના પખ્તુન્વા પ્રાંતના દર્રા આદમ ખેલ નામના નગરમાં શસ્ત્રો બનાવવાનો ગૃહ ઉધોગ ચાલે છે. અહીંના શસ્ત્ર માર્કેટમાં વિશ્વની જાણીતી બ્રાંડની બંદુકોની કોપી કરવામાં આવે છે. નવાઇની વાત તો એ છે કે ઓરિજનલ હથિયારોનો સિરીયલ નંબર પણ નાખવામાં આવે છે. પાકિસ્તાનના અખબાર ધ ડોનના અહેવાલ મુજબ બંદુકો અને પિસ્તોલ બનાવવાનું કામ એક પેઢીથી બીજી પેઢીને વારસામાં મળે છે. હથિયારો શિપ યાર્ડમાંથી લાવવામાં આવેલા સ્ક્રેપ મેટરથી બનાવવામાં આવે છે.દાયકાઓથી આ વિસ્તાર ગુનાખોેરીને લગતી પ્રવૃતિઓનું હબ રહયો છે.
ઇસ ૧૯૭૯માં રશિયાએ અફઘાનિસ્તાન પર આક્રમણ કર્યુ ત્યારે આ શહેરના શસ્ત્ર માર્કેટમાં તેજી આવી હતી. આ વિસ્તારમાં સક્રિય તાલિબાનો મોટા પાયે શસ્ત્રો ખરીદતા હતા. આ વિસ્તારમાંથી પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં પણ ચોરી છુપીથી બંદૂકો જાય છે. ૧૯૮૮માં રાવલપિંડીના શસ્ત્રગારમાં આગ લાગી ત્યારે તેના સ્ક્રેપને ખુદ પાકિસ્તાન સરકારે દરા આદમ ખેલના કારીગરોને વેચ્યો હતો. આ વિસ્તારના લોકો પરંપરા મુજબનું કબીલા પ્રકારનું જીવન જીવે છે.
પાકિસ્તાનના કાયદાઓની તેમના પર કોઇજ અસર થતી નથી. તેમ છતાં સમગ્ર પાકિસ્તાનમાં દર્રા આદમ ખેલની પિસ્તોલ અને બંદૂકની ખૂબ ડિમાંડ છે. દર્રા આદમ શહેરની બંદૂક રાખવામાં લોકો ગૌરવ અનુભવે છે. કેેટલાક કારીગરો તો એટલા ફેમસ છે કે સમગ્ર દેશમાંથી ઓર્ડર પર બંદુક બનાવવાનું કામ ખૂટતું નથી. બંદુકો મોબાઇલ ફોન કરતા પણ સસ્તી મળે છે. બંદુકો તૈયાર કરવા માટે આધુનિક ટેકનોલોજી અને મશીનરી નથી તેમ છતાં ખૂબ મહેનત કરીને કવૉલિટી જાળવી રાખે છે. ઘણી વાર તો મૂળ બ્રાંડ કરતા પણ તેની નકલ કરેલા શસ્ત્રો વધુ ટકાઉ અને મજબૂત હોય છે. માત્ર બંદૂકો જ નહી કારતૂસ અને ગોળીઓનું પણ મોટું માર્કેટ છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FyX8ot
via Latest Gujarati News
0 Comments