ભોપાલ, તા. 27 માર્ચ 2019 બુધવાર
મધ્ય પ્રદેશના એક ગરીબ BPL કાર્ડ ધારક આદિવાસીને આયકર વિભાગે કરોડો રૂપિયાની સંપત્તિ ખરીદવાના મામલે નોટીસ મોકલી છે. એક બિલ્ડરે તેમને આવુ કરવા માટે પૈસા આપ્યા હતા, કેમ કે નિયમો અનુસાર આદિવાસીઓની જમીન બિનઆદિવાસી ખરીદી શકે નહીં. આયકર વિભાગે બેનામી લેવડ-દેવડ સંશોધન એક્ટ હેઠળ તપાસ શરૂ કરી છે.
આદિવાસી કલ્યાણ સિંહ ઉર્ફે કલ્લા સહરિયા અશોકનગરના રહેવાસી છે. તેઓ સહરિયા જનજાતિના છે. તેઓ BPL કાર્ડ ધારક છે, પરંતુ તેમના નામ પર કાંકરિયા, મહાબડિયા અને દોલતપુર ગામોમાં જમીનના 50 ટુકડા છે. જેમની કિંમત લગભગ 25 કરોડ રૂપિયા છે. આ સંપત્તિઓ 2008થી 2011ની વચ્ચે 6.5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી અને કલ્લાના એકાઉન્ટમાંથી ચેક અને કેશ દ્વારા ભોગવટો કરવામાં આવ્યો છે.
આયકર વિભાગે જાણકારી આપી છે અને સૂત્રો અનુસાર કલ્યાણ સિંહને નોટીસ આપી છે. આ મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે કલ્યાણ અને તેમના પુત્રને આ જમીન ખરીદવા માટે પૈસા એક બિલ્ડરે આપ્યા હતા. આ બિલ્ડર ભોપાલમાં રિયલ એસ્ટેટ ગ્રૂપનો હેડ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FtRXGw
via Latest Gujarati News
0 Comments