
ભારતમાં સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ વચ્ચે જોવા મળતી ગળાકાપ હરિફાઇના પગલે ઇન્ટરનેટ સાવ સસ્તુ બની ગયું છે. જો કે તેની સ્પીડ પ્રમાણ ઓછી છે તેમ છતાં સ્માર્ટફોન દ્વારા ઇન્ટરનેટનો વ્યાપ અંતરીયાળ ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચી ગયો છે. કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં તો મોટા શહેરો કરતા પણ વધારે સ્પીડથી સ્માર્ટફોર્ન પર ઇન્ટરનેટ ચાલે છે. વિવિધ પ્રકારના સોશિયલ મીડિયા,એપ્સ અને ગેમ્સનો વ્યાપ વાયા ઇન્ટરનેટ વધતો જાય છે.
નવાઇની વાત તો એ છે કે એક સમયે ૩૦૦ રુપિયામાં ૧ જીબી ઇન્ટરનેટ ડેટા સર્વિસ આપતી કંપનીઓ આજે મફતના ભાવે લોભામણી ઓફરો આપતી થઇ છે . ભારતમાં ૧ જીબી ડેટા સરેરાશ ૦.૦૫ ડોલર એટલે કે ૧૪ પૈસામાં મળે છે. આથી જ તો વિશ્વમાં ભારત સૌથી ઓછા ઇન્ટરનેટ રેટ ધરાવતા દેશોમાં સામેલ થાય છે. વિશ્વમાં ઝીમ્બાબ્વે દેશમાં મોબાઇલ ઇન્ટરનેટ ડેટા વિશ્વમાં સૌથી મોંઘા છે. એક જીબી ઇન્ટરનેટ માટે ૭૫ ડોલર એટલે કે ૫૨૫૦ રુપિયા ચૂકવવા પડે છે.

આ દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ અને ફુગાવો બે કાબુ હોવાથી ગ્રામીણ વિસ્તારના લોકો માટે મોબાઇલ એક સપના સમાન બની ગયો છે. ઝીમ્બાબ્વે પછી આર્થિક ઉધારી અને બેંક દેવા માટે એક સમયે બદનામ થયેલા ગ્રીસ દેશમાં પણ ઇન્ટરનેટ મોંઘું છે. અહીં ૩૨ ડોલરમાં ૧ જીબી ડેટા મળે છે. જયારે જર્મનીમાં ૧જીબી ડેટા માટે ૬.૯ ડોલર એટલે કે ૫૦૦ રુપિયા ચૂકવવા પડે છે. આવી જ રીતે યુએઇમાં ૬.૩ ડોલર, લીબિયામાં ૫.૮૮ ડોલર, અમેરિકામાં ૨.૫૦ ડોલર, સાઉદી અરબમાં ૨.૨૨ ડોલર અને દક્ષિણ આફ્રિકામાં ૨.૨૦ ડોલરનો સમાવેશ થાય છે.
૧ જીબી ઇન્ટરનેટ ડેટાનો દર
ઝીમ્બાબ્વે ૭૫ ડોલર
ગ્રીસ ૩૨.૭૧ ડોલર
જર્મની ૬.૯ ડોલર
યુએઇ ૬.૩ ડોલર
લીબિયા ૫.૮૮ ડોલર
અમેરિકા ૨.૫૦ ડોલર
સાઉદી અરબ ૨.૨૨ ડોલર
દક્ષિણ આફ્રિકા ૨.૨૦ ડોલર
ઇરાક ૧.૮૯ ડોલર
મોરકકો ૧.૬૦ ડોલર
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2On8MXI
via Latest Gujarati News
0 Comments