'મેં ભી ચોકીદાર હૂં'વીડિયો શેર કરવા બદલ ECએ ભાજપના સદસ્યને નોટિસ મોકલી

(પીટીઆઈ) નવી દિલ્હી, તા.27 માર્ચ 2019,બુધવાર

ચૂંટણી પંચે મંજૂરી વગર ઓડિયો વિઝ્યુઅલ વિજ્ઞાાપન 'મેં ભી ચોકીદાર હૂં'નો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવા બદલ ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિના સદસ્ય વિરુદ્ધ કારણ દર્શાવો નોટિસ જાહેર કરી છે. આ સાથે જ નીરજ કુમારને ત્રણ દિવસની અંદર જવાબ આપવા માટે સૂચના આપવામાં આવી છે. 

'મેં ભી ચોકીદાર હૂં' કેમ્પેઈનને અનુસંધાને ચૂંટણી પંચે ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિના સદસ્ય નીરજ કુમારને નોટિસ મોકલી છે. ભાજપે ચૂંટણી પંચની મંજૂરી વગર સોશિયલ મીડિયામાં 'મેં ભી ચોકીદાર હૂં' કેમ્પેઈનનો વીડિયો શેર કર્યો હતો જેથી નીરજ કુમારને કારણ દર્શાવો નોટિસ મોકલીને ત્રણ દિવસની અંદર જવાબ આપવા માટે સૂચના આપવામાં આવી છે.

ચૂંટણી પંચે જણાવ્યા મુજબ તેમની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટિએ ૧૬મી માર્ચે એક નોટિસ જાહેર કરી હતી જેમાં સંબંધીત વીડિયોમાં આર્મીના જવાનો હોવાનું જણાવાયું હતું. 

આ મહિનાની શરુઆતમાં જ ચૂંટણી પંચે તમામ રાજકીય પાર્ટીઓને આદેશ આપ્યો હતો કે તેઓ ચૂંટણી પ્રચાર માટે સેનાના જવાનો કે જાહેરાતોમાં સૈનિકોના ફોટાનો ઉપયોગ ન કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬મી માર્ચે 'મેં ભી ચોકીદાર હૂં' કેમ્પેઈન લોન્ચ કર્યું હતું અને ટ્વિટ કરીને દેશના તમામ નાગરિકોને આ કેમ્પેઈનમાં જોડાવા અપીલ કરી હતી.

કેમ્પેઈનના વીડિયોમાં આર્મીના જવાનોનું એક જૂથ મોક ઓપરેશન કરતું દેખાય છે અને આ વીડિયો નીરજ કુમારે શેર કર્યો હોવાથી તેમને નોટિસ મોકલવામાં આવી છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JIJR1X
via Latest Gujarati News

Post a Comment

0 Comments