બ્રિટનના સાંસદોએ PM થેરેસા મેના બ્રેક્ઝિટ કરારને સંસદમાં ફરી ફગાવ્યો


(પીટીઆઇ) લંડન, તા.29 માર્ચ, 2019, શુક્રવાર

રાજકીય તોફાનમાં ઘેરાયેલા  બ્રિટનના વડા પ્રધાન થેરેસા મેએ મૂકેલી બ્રેક્ઝિટ ડીલની દરખાસ્તને આજે આમ સભામાં સતત ત્રીજી વખત સાંસદોએ ફગાવી હતી.પરિણામે હવે બ્રિટનને યુરોપીયન સંઘમાંથી નીકળવા વધુ રાહ જોવી પડશે.

યુરોપીયન સંઘમાંથી નીકળવાના કથિત ડાયવર્સ ડીલની શરતો વિરૃધ્ધ આમ સભામાં સાંસદોએ ૨૮૬ વિરૃધ્ધ ૩૪૪ મત આપતા દરખાસ્તનો ત્રીજી વખત પરાજય થયો હતો.

જો તેમની દરખાસ્ત પાસ થઇ ગઇ હોત તો બ્રિટનની સંસદને તમામ સબંધીત નિયમો પસાર કરવા માટે ૨૨ મે સુધીનો સમય મળી ગયો હોત.યુરોપીયન સંઘના નેતાઓ વધુ સમય ના આપે ત્યાં સુધી  બ્લોકમાંથી નીકળવાની મેની અગાઉની યોજનાના દિવસે જ મહત્ત્વની દરખાસ્તનો પરાજય થયો હતો.યુરોપીયન સંઘ અનુસાર, જો બ્રિટનને બ્લોકમાંથી બહાર નીકળવું હોય તો એણે ૧૨ એપ્રિલ સુધી કોઇ વૈકલ્પિક  દરખાસ્ત મૂકવી પડશે.

સાંસદોએ મેની દરખાસ્તને ફરીથી ફગાવતા જો તેમની બ્રેક્ઝિટ દરખાસ્ત પાસ થઇ હોત  તો રાજીનામાની ઓફર કરનાર વડા પ્રધાને હવે ૧૨ એપ્રિલ સુધી કોઇ નવી યોજના મૂકવી પડશે.પરિણામ પર ટિપપ્ણી કરતાં મેએ સાંસદોને કહ્યું હતું ' ગૃહના નિર્ણયની અસરો ખૂબ જ ગંભીર છે.

મને ડર છે કે આપણે આ ગૃહમાં પ્રક્રિયાની અંતિમ સીમા સુધી પહોંચી રહ્યા છીએ. મારી સરકાર સમયબધ્ધ બ્રેક્ઝિટ ડાયવર્સ માટે દબાણ કરતી રહેશે જે  લોકમતની માગ છે' એમ કહીને તેમણે ઉમેર્યું હતું કે આગામી સપ્તાહે સાંસદો કોઇ વિકલ્પ અંગેની ચર્ચામાં ભાગ લેશે.

દરમિયાન મતદાનના પરિણામ પર ટીપ્પણી કરતાં યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ ડોનાલ્ડ ટસ્કે ટ્વિટ કર્યું હતું કે ' આમ સભા દ્વારા વિડ્રોઅલને ફગાવી દેતાં મેં ૧૦ એપ્રિલે યુરોપીયન કાઉન્સિલની બેઠક બોલાવવા નિર્ણય કર્યો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OCkRIQ
via Latest Gujarati News

Post a Comment

0 Comments