માઉન્ટ એવરેસ્ટ પર સ્વચ્છતા અભિયાન, 10000 ટન કચરાની સફાઈ માટે બનાવાઈ ટીમ

નવી દિલ્હી, તા. 12. એપ્રિલ 2019 શુક્રવાર

દુનિયાના સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની નોબત આવી છે.

એવરેસ્ટ પર જમા થયેલા લગભગ 10000 ટન કચરાની સફાઈ માટે નેપાળે એક ટીમ બનાવી છે.જેમાં પર્વતારોહી સંગઠનો, સ્થાનિક સંગઠનો અને સેનાની એક ટીમ બનાવાઈ છે.આ ટીમમાં 14 સભ્યો સામેલ છે.

અભિયાનના ભાગરુપે 25 એપ્રિલથી આ ટીમ એવરેસ્ટના બેઝ કેમ્પ પર જશે.આ ટીમનુ મિશન એવરેસ્ટને પ્રદુષિત કરી રહેલા 10000 ટન કચરાને પાછો લાવવાનુ હશે.નેપાળ સરકાર આ માટે ટીમને ઈનામ પણ આપશે.

માઉન્ટ એવરેસ્ટને સર કરવા માટે દર વર્ષે આવતા સેંકડો પર્વતારોહીઓના કારણે એવરેસ્ટ પર કચરાનુ પ્રમાણ વધી રહ્યુ છે.જેના માટે અગાઉ નેપાળ સરકારની ટીકા પણ થઈ રહી હતી.એવરેસ્ટ પર વધી રહેલી ગંદકીના કારણે ચીને પર્વતારોહીઓની સંખ્યામાં ઘટાડો કર્યો હતો.

જોકે સફાઈ અભિયાનમાં સામેલ એક સંગઠનનુ માનવુ છે કે, એવરેસ્ટને ચોખ્ખો કરવા માટે એક વર્ષનો સમય કાફી નથી. આ માટે સતત પ્રયાસો કરવા પડશે.

66 વર્ષ પહેલા એડમંડ હિલેરી અને તેજિંગ નોર્ગેએ પહેલી વખત એવરેસ્ટ સર કર્યુ હતુ.એ પછી 4000 પર્વતારોહી એવરેસ્ટના શિખર પર ચઢી ચુક્યા છે.ગત વર્ષે 807 પર્વતારોહીઓએ એવરેસ્ટ ફતેહ કર્યુ હતુ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UWEOQc
via Latest Gujarati News

Post a Comment

0 Comments