નવી દિલ્હી, તા. 12. એપ્રિલ 2019 શુક્રવાર
પાકિસ્તાનમાં હોળીના દિવસે જ સગીર વયની બે હિન્દુ બહેનોનુ અપહરણ કરીને તેમને બળજબરથી મુસ્લિમ બનાવવાના ચકચારી મામલામાં પાકિસ્તાનની હાઈકોર્ટે પણ પોતાનો અસલી રંગ બતાવ્યો છે.
ઈસ્લામાબાદ હાઈકોર્ટેમાં કરેલી અરજીમાં 13 વર્ષની રવીના અને 15 વર્ષની રીનાના પિતા અને ભાઈએ આરોપ લગાવ્યો હતો કે, બંનેનુ અપહરણ કરીને તેમના લગ્ન મુસ્લિમ સાથે કરાવી દેવાયા છે.
જોકે આ મામલામાં બંને બહેનોએ કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં કહ્યુ હતુ કે, અમે હિન્દુ પરિવારમાંથી છે પણ ઈસ્લામિક ઉપદેશથી પ્રભાવિત થઈને ધર્મ બદલ્યો છે.જોકે રીના અને રવિનાના પિતા બળજબરથી ધર્માંતરણની વાત પર કાયમ છે.
હાઈકોર્ટે પાંચ વ્યક્તિઓનુ તપાસ પંચ બનાવીને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.જેમાં માનવધિકારી મંત્રી શિરીન માજરી, પ્રખ્તાય મુસ્લિમ વિદ્વાન મુફ્તી તાકી ઉસ્માની, પાકિસ્તાન માનવઅધિકાર પંચના અધ્યક્ષ મહેંદી હસન, રાષ્ટ્રીય મહિલા આયોગના ખવાર મુમતાઝ અને પત્રકાર રહેમાન વાલેનો સમાવેશ થતો હતો.
આ પંચ પણ એવા તારણ પર આવ્યુ હતુ કે, બંને બહેનોનુ બળજબરીથી ધર્માંતરણ થયુ નથી.
હોળીના દિવસે રીના અને રવિનાનુ અપહરણ કરાયા બાદ એક વીડિયો બહાર આવ્યો હતો. જેમાં એક મૌલવી બંને બહેનોનો નિકાહ કરાવતો નજરે પડ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GgQrcg
via Latest Gujarati News
0 Comments