સાધ્વી પ્રજ્ઞા કહે છે કે, દિગ્વિજયસિંહ સામે 'ધર્મયુધ્ધ" લડવા તૈયાર છું

નવી દિલ્હી, તા. 12. એપ્રિલ 2019 શુક્રવાર

કોંગ્રેસની યુપીએ સરકારના શાસનકાળમાં થયેલા 2008ના  માલેગાંવ બ્લાસ્ટ કેસમાં હિન્દુ આતંકવાદનો મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો.આ કેસમાં સાધ્વી પ્રજ્ઞાની ધરપકડ કરવામાં આવી હતી.

હિન્દુ આતંકવાદના નામે સાધ્વી પ્રજ્ઞાને અનેક પ્રકારની યાતનાઓ પોલીસ કસ્ટડીમાં અપાઈ હતી.જોકે તાજેતરમાં જ સાધ્વી પ્રજ્ઞાને નિર્દોષ છોડી મુકવામાં આવી હતી.હવે સાધ્વી પ્રજ્ઞા ટિકિટ મળે તો ભોપાલમાં કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહ સામે ચૂંટણી લડવા માટે તૈયાર છે.

એક ચેનલ સાથેની વાતચીતમાં સાધ્વી પ્રજ્ઞાને કહ્યુ હતુ કે, જો સંગઠનનો આદેશ હશે તો દિગ્વિજયસિંહ સામે ધર્મયુધ્ધમાં ઉતરવા તૈયાર છે.જે દિગ્વિજયસિંહે આખી દુનિયામાં હિન્દુ આતંકવાદના નામે હિન્દુ ધર્મને બદનામ કર્યો, ભગવા ધ્વજને આતંકવાદની બીજુ રુપ ગણાવ્યો, આધ્યાત્મ અને ત્યાગમય જીવન પર આક્ષેપો કર્યા તે દિગ્વિજય સામે મારે ચૂંટણી લડવાનો વારો આવ્યો તો હું પાછળ  નહી હટુ

સાધ્વીએ કહ્યુ હતુ કે, હું તો નાનપણથી રાજકારણમાં છું.અત્યાર સુધી હું કિંગમેકર હતી અને હવે કિંગ બનવા માટે તૈયાર છું.હું એક રાષ્ટ્રખ્ત છું અને રાષ્ટ્રની વિરુધ્ધ વાત કરનારા પાપીઓને ખતમ કરવા જે કરવુ પડે તે કરવા તૈયાર છું.દિગ્વિજયે જે સાધુ સંતોની ભીડ ભેગી કરી છે તે બધા નકલી સાધુઓ છે.

દિગ્વિજયસિંહ સામે સાધ્વી પ્રજ્ઞાને લડાવવા માટે જોર શોરથી લોબિંગ કરનારામાં આરએસએસનો પણ સમાવેશ થાય છે,તેવામાં ભાજપ સાધ્વી પ્રજ્ઞાને ટિકિટ આપે તો નવાઈ નહી હોય.

ભોપાલમાં 16 એપ્રિલે ઉમેદવારીપત્ર ભરાવાના છે અને 23 એપ્રિલ છેલ્લી તારીખ છે.આ બેઠક પર 12 મેના રોજ મતદાન થવાનુ છે.

સાધ્વી પ્રજ્ઞા એક મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે.તેઓ વિહિપ સાથે જોડાયા બાદ સાંસારિક જીવનનો ત્યાગ કરીને સન્યાસ લીધો હતો.2008માં માલેગાંવમાં થયેલા બ્લાસ્ટમાં શંકાના આધારે તેમની ધરપકડ કરાઈ હતી. 2017માં તેમને જામીન પર છોડાયા હતા અને તાજેતરમાં તેમને નિર્દોષ પણ જાહેર કરાયા હતા.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2USsr7u
via Latest Gujarati News

Post a Comment

0 Comments