બેંગ્લોર, તા. 12 એપ્રિલ 2019, શુક્રવાર
અભિનેત્રીમાંથી નેતા બનેલી ખુશ્ભૂ સૂંદરે બેંગ્લોરમાં ચૂંટણી કેમ્પેઇન દરમિયાન એક યુવકને જોરદાર તમાચો જડી દીધો છે. યુવક પર કથિત રીતે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. જેને પગલે ખુશ્બૂએ યુવકને થપ્પડ મારી.
આરોપીને થપ્પડ મારી વખતે કોઇએ તેમનો વિડિયો બનાવી લીધો. સોશિયલ મીડિયામાં આ વિડિયો વાયરલ ખુભ વાયરલ થઇ રહ્યો છે અને ખુશ્બૂની પ્રશંસા કરી રહ્યાં છે.
આ ઘટના એ સમયે બની જ્યારે ખુશ્બૂ બેંગ્લોર સેન્ટ્રલથી કોંગ્રેસ ઉમેદવાર રિઝવાન અરશદ માટે ઈન્દિરાનગરમાં પ્રચાર કરી રહી હતી.
વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે ખુશ્બૂ શાંતિનગરના એમએલએ એનએ હૈરિસ અને રિઝવાન અરશદ સાથે ભીડની વચ્ચે રસ્તો બનાવતા પોતાની કાર તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક તે પલટે છે અને ભીડમાં ઉભેલ એક શખ્સને તમાચો ઝીંકી દે છે. જેવી જ આ ઘટના બને છે કે ભીડે યુવકને પકડી લીધો અને તેને પોલીસને હવાલે કરી દીધો. ખુશ્બૂએ જણાવ્યું કે તેણે પહેલીવાર મને ખોટી રીતે અડી ત્યારે હું ફરી પણ કંઈ બોલ્યા વિના જ ચાલવા લાગી. પરંતુ જ્યારે તેણે બીજી વખત ફરી આવી ભૂલ કરી તો મેં તેને તમાચો ઝીંકી દીધો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2P7KvFg
via Latest Gujarati News
0 Comments