દાઢીમાં શાનદાર લુક મેળવવા ફોલો કરો આ 10 ટીપ્સ


મુંબઈ, 25 એપ્રિલ 2019, ગુરુવાર

દાઢી વધારવાની ફેશન ટ્રેંડમાં છે. દાઢી અને મુંછ લુકને બદલી દે છે. જો કે અનેક રીસર્ચમાં સામે આવ્યું છે કે દાઢી રાખતા પુરુષો પ્રત્યે મહિલાઓ વધારે આકર્ષિત થાય છે. દાઢી વધારવાનો ટ્રેંડ બોલિવૂડમાં પણ છવાયેલો છે. એટલા માટે તો રણવીર, શાહિદથી લઈ અનેક હિરો આ લુકને અજમાવી ચુક્યા છે. કેટલાક યુવકો પણ દાઢી વધારવાનો શોખ રાખે છે પરંતુ તેમની દાઢી વધતી નથી અને કેટલાકને અન્ય સમસ્યાઓ નડતી હોય છે. પરંતુ જે યુવકો દાઢી રાખવા ઈચ્છે છે તેઓ જો આ 10 ટીપ્સને ફોલો કરે તો તેની પાછળ પણ યુવતી પાગલ થઈ શકે છે. 

1. રોજ ત્વચાને અક્સ્ફોલિએટ કરો આમ કરવાથી ત્વચામાંથી ડેડ સ્કિન સેલ્સ નિકળી જશે અને વાળનો ગ્રોથ વધશે. 

2. દિવસમાં બે વાર ચહેરો ફેસવોશથી સાફ કરો.

3. એવા મોઈસ્ચુરાઈઝરનો ઉપયોગ કરો જેમાં યુકેલિપ્ટસ હોય. તેનાથી હેર ગ્રોથ વધે છે. 

4. પૂરતા પ્રમાણમાં ઊંઘ કરો. 

5. પોતાના ખોરાક પર ધ્યાન આપો. ખોરાકમાં મિનરલ્સ, પોષક તત્વનો સમાવેશ કરવો.

6. રોમછિદ્રો વચ્ચે વાળ ઉગે તો તેને શેવ કરી અને ફરીથી દાઢી વધારો.

7. સ્ટ્રેસ લેવો નહીં, માનસિક શાંતિ ન હોય તો વાળનો ગ્રોથ નથી થતો અને સફેદ વાળ વધે છે. 

8. 6 સપ્તાહ સુધી દાઢીના વાળ ટ્રીમ ન કરવા. દાઢીમાં બરાબર વાળ આવે પછી જ કોઈ સ્ટાઈલ કરવી.

9. રોજ રાત્રે તેલથી મસાજ કરો. 

10. દર બે દિવસે દાઢી કરવાથી હેર ગ્રોથ વધે છે તે એક માન્યતા છે આવું ક્યારેય ન કરવું. 





from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2XCUDZG
via Latest Gujarati News

Post a Comment

0 Comments