મેં હજુ ઔપચારિક રીતે ફિલ્મ જાહેર કરી નથી: તાહિરા


મુંબઇ, તા. 25 એપ્રિલ 2019, ગુરૂવાર

મોખરાના અભિનેતા આયુષમાન ખુરાનાની પત્ની તાહિરા કાશ્યપે કહ્યું હતું કે મેં હજુ ઔપચારિક રીતે મારી ફિલ્મની જાહેરાત કરી નથી. 

શર્માજી કી બેટી નામે ફિલ્મ બનાવવાની તાહિરાની યોજના હતી. આ ફિલ્મતી તાહિરા ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કરવાની હતી. આ એક નાયિકા પ્રધાન સ્ટોરી છે. તાહિરા ફિલ્મ જાહેર કરે એ પહેલાં એને બ્રેસ્ટ કેન્સર હોવાનું જાહેર થતાં એ કેન્સરની સારવારમાં પડી ગઇ હતી. પરિણામે એની પહેલી ફિલ્મ ફ્લોર પર જાય એ પહેલાંજ વિલંબમાં પડી ગઇ હતી.

તાહિરાએ કહ્યું કે ફિલ્મની પ્રક્રિયા ચાલુ છે. અમે એલિપ્સિસ એન્ટરટેઇનમેન્ટ બેનર તળે આ ફિલ્મ બનાવવાના છીએ. હાલ સ્ક્રીપ્ટને ફાઇનલ ટચ અપાઇ રહ્યો છે. એકવાર સ્ક્રીપ્ટ ઓક્કે થઇ જાય પછી અમે ફિલ્મની ઔપચારિક જાહેરાત કરીશું.

તાહિરાએ ફિલ્મ બનાવવાની યોજના વિશે ગયા વરસે જાહેરાત કરી ત્યારે એવી વાત ઊડી હતી કે આ નાયિકા પ્રધાન ફિલ્મમાં માધુરી દીક્ષિત નેને મુખ્ય રોલ કરશે. એ વિશે પૂછતાં તાહિરાએ કહ્યું કે સમય આવ્યે અમે બધી વિગતો જાહેર કરીશું. ત્યાં સુધી ધીરજ રાખો.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2UEwgca
via Latest Gujarati News

Post a Comment

0 Comments