ટેલીકોમ કંપનીઓએ બંધ કર્યું ગ્રાહકો તોડવાનું કામ, માર્કેટમાં આવી સ્થિરતા


નવી દિલ્હી, 25 એપ્રિલ 2019, ગુરુવાર

મોબાઈલ ફોન સબ્સક્રાઈબર્સને થોડા થોડા સમયે પોતાના ઓપરેટર બદલવાના કોલ અને મેસેજ આવતા હતા. પરંતુ આ કામ છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ કરવામાં આવ્યું છે. તેનું કારણ છે કે વોડાફોન, આઈડિયા અને એરટેલએ અન્ય કંપનીના સબ્સક્રાઈબ તોડવાનું કામ બંધ કરી દીધું છે. રિલાયંસ જિયોની એન્ટ્રી બાદ ટેલીકોમ સેક્ટરમાં આવેલી અસ્થિરતા ધીરે ધીરે ઘટવા લાગી છે. આ સાથે જ ઉપરોક્ત કંપનીઓ માર્કેટ શેરના મામલે એક સમાન થઈ ચુકી છે. 

આ કંપનીઓનો ઉદ્દેશ માર્કેટ શેર સાથે સબ્સક્રાઈબર્સની સંખ્યા ઘટતી અટકાવવી હતી. આ રણનીતિ હેઠળ કંપનીને નવા યૂઝર્સને જોડવાનો ખર્ચ ઘટાડવાથી ઓપરેટિંગ માર્જિન મેળવવામાં દદ મળશે. વોડાફોન આઈડિયાના સીઈઓ બાલેશ શર્માના જણાવ્યાનુસાર, તેમણે ઓટો ડાયલર્સની મદદથી કસ્ટમરને ડેલી ઓફર્સ અને માત્ર આજના દિવસ માટે ઓફર હોવા જેવા કોલ કરવાનું બંધ કરી દીધું છે.  આવી જ રીતે એરટેલએ પણ ડેલી ઓફર્સ માટેના કોલ્સ બંધ કરી દીધા છે. જેના કારણે ત્રણેય કંપનીઓ એક સમાન સ્તરે પહોંચી ચુકી છે. 

એક નવા ગ્રાહકને જોડવા માટે કંપનીને 1500 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે અને એક ગ્રાહક કંપનીને છોડે તો ત્રણ ગણું નુકસાન થાય છે. તેનામાં શોર્ટ ટર્મ ઓફર માટે સબ્સક્રાઈબરને તોડવાથી સ્થિતી ખરાબ થઈ શકે છે તે વાતને ધ્યાનમાં રાખી કંપનીઓએ પોતાની રણનીતિ બદલી છે. જો કે ત્રણમાંથી કોઈ એક કંપની ટૈરિફ બદલે તો ફરીથી ગ્રાહકોને થતા લોભામણા ફોન ફરીથી શરૂ થઈ શકે છે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZCLVwH
via Latest Gujarati News

Post a Comment

0 Comments