
વોશિંગટન, 25 એપ્રિલ 2019, ગુરુવાર
વૈજ્ઞાનિકોએ તાજેતરમાં કરેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો રોજ થતી ઊંઘમાં જો 16 મિનિટ પણ ઘટી જાય તો દિવસ ખરાબ રીતે પસાર થાય છે. નિયમિત થતી ઊંઘમાં જો 16 મિનિટનો ઘટાડો પણ થાય તો ઓફિસમાં દિવસ માનસિક તાણમાં પસાર થાય છે.
સ્લીપ હેલ્થ નામના એક જર્નલમાં પ્રકાશિત આ રીપોર્ટમાં જણાવાયું છે કે સપ્તાહના કામના દિવસોમાં નિયમિત થતી ઊંઘમાં ઘટાડો નોંધાય તો તેની અસર વ્યક્તિના પરફોર્મંસ પર પડે છે. કામના કલાકો દરમિયાન ઓછી ઊંઘની નકારાત્મક અસરો જોવા મળે છે. આ સર્વેમાં 130 સ્વસ્થ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કર્મચારીઓ આઈટી સેક્ટરમાં કામ કરતા હતા અને તેમને સંતાન પણ હતા.
સર્વે દરમિયાન જાણવા મળ્યું કે આ કર્મચારીઓમાંથી જેની ઊંઘ રાત્રે બરાબર થઈ ન હતી કે જેણે ઓછી ઊંઘ કરી તેમનો ઓફિસનો સમય ખરાબ રીતે પસાર થયો. ઊંઘ ઓછી થવાના કારણે તેમનું સ્ટ્રેસ લેવલ વધી ગયું અને તેઓ વર્ક બેલેન્સ બરાબર રીતે કરી શક્યા નહીં. તેમણે દિવસ દરમિયાન સતત થાક અનુભવ્યો અને ઓફિસનો સમય પૂરો થવા પહેલા જ કામ પણ બંધ કરી દીધું.
આ સ્ટડી પરથી તારણ એ પણ નીકળ્યું કે કર્મચારીઓ પોતાની ઊંઘ બરાબર કરે અને પૂરતા કલાક દરમિયાન કરે તે જરૂરી છે. જે કર્મચારીઓ ઊંઘ પૂરતા પ્રમાણમાં કરે છે તેમનો દિવસ ઓફિસમાં સારી રીતે પસાર થાય છે. પૂરતી ઊંઘ કરનાર કર્મચારી કામ પર ફોકસ સારી રીતે કરે છે અને તેમના કામમાં ભુલ પણ થતી નથી.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GBD8Ct
via Latest Gujarati News
0 Comments