
નવી દિલ્હી, 25 એપ્રિલ 2019, ગુરુવાર
વિશ્વભરમાં પ્રખ્યાત હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે. જાવેદ હબીબ સેલેબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ છે. દેશના દરેક શહેરમાં તેના સલૂન આવેલા છે. રીપોર્ટ અનુસાર આ બિઝનેસથી જાવેદ હબીબ વર્ષે 209 કરોડ રૂપિયાની કમાણી કરે છે. દુનિયાભરમાં પોતાની આગવી કળાના કારણે પ્રખ્યાત થયેલા જાવેદ હવે રાજકારણના રંગે રંગાવા જઈ રહ્યા છે. જો કે જાવેદના પરીવાર અને રાજકારણીઓ વચ્ચે વર્ષોથી સંબંધ છે.
જાવેદ હબીબના દાદા નઝીર અહમદ વોયસરોય લોર્ડ માઉંટબેટનના અંગત હેર ડ્રેસર હતા. એટલું જ નહીં તેઓ ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુના પણ વાળ કાપતા હતા. એક મુલાકાત દરમિયાન જાવેદએ જણાવ્યું હતું કે તેમના દાદા રાષ્ટ્રપતિ ભવનમાં રહેતા અને બ્રિટિશ રાજનેતાના વાળ કાપતા હતા અને તેમનો જન્મ પણ રાષ્ટ્રપતિ ભવનમાં થયો છે. જ્યારે તેમના દાદા બીમાર પડ્યા તો તેના પિતાએ તેમનું કામ સંભાળ્યું અને ત્યારબાદ જાવેદએ આ કામને આગળ વધાર્યું. જાવેદએ પોતાની બાયોગ્રાફીમાં લખ્યું છે કે જ્યારે તેણે આ કામ સંભાળ્યુ ત્યારે આ કામ કરનારની કોઈ શાખ ન હતી. પરંતુ ધીરે ધીરે સમય બદલ્યો અને તેમને પણ માન સન્માન મળ્યું.
મહત્વપૂર્ણ છે કે જાવેદના પિતા અહમદ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના અંગત હેર સ્ટાઈલિસ હતા. ભાજપ સાથે જોડાવાની ખુશી વ્યક્ત કરતા જાવેદએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી છેલ્લા 5 વર્ષથી દેશમાં ઘણા પરીવર્તન લાવ્યા છે, હવે તેમની સાથે જોડાવાનો આનંદ છે. હવે સમય જણાવશે કે જાવેદ હબીબને રાજકારણમાં સફળતા પ્રાપ્ત થશે કે નહીં.
from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2L5YxsO
via Latest Gujarati News
0 Comments